ક્રેડિટ કાર્ડમાં 4999નું વાઉચર મળશે તેમ કહી ડોક્ટરના 1.40 લાખ ઠગ્યા

સોલા સિવિલ હોસ્પિટલની મહિલા રેસિ. ડોક્ટરના ક્રેડિટ કાર્ડમાંથી ઠગ મહિલાએ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કરીને રૂ.1.40 લાખ ઉપાડી લીધા હતા. ક્રેડિટ કાર્ડમાં રૂ.4999નું વાઉચર અવેલેબલ હોવાનું કહીને મહિલા તબીબ પાસેથી ઓટીપી જાણી લીધો હતો અને તેના આધારે પૈસા ઉપાડી લીધા હતા.

મૂળ સુરતની ડો. પિનલ વસાણી સોલા સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી પીજી હોસ્ટેલમાં રહે છે અને એમડી થર્ડ સેમેસ્ટરમાં અભ્યાસ કરે છે. આ સાથે સોલા સિવિલમાં રેસિ. ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. 27 જુલાઈએ બપોરે 12.44 વાગ્યે ડો.પિનલ હોસ્ટેલના રૂમમાં હતી ત્યારે એક ફોન આવ્યો હતો, જેમાં સામે એક મહિલા વાત કરી હતી. તેણે ડોક્ટર પિનલને જણાવ્યું હતું કે, ‘હું કોમલ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાંથી વાત કરું છું. તમે જે ક્રેટિડ કાર્ડ એપ્લાય કર્યું હતું તે રિસિવ થઈ ગયેલું છેને? આ ક્રેડિટ કાર્ડ યૂઝ કરવામાં કોઈ તકલીફ તો નથીને?’ આટલું કહી ક્રેડિટ કાર્ડમાં રૂ.4999નું વાઉચર અવેલેબલ છે, જેને રિડિમ કરાવવા માટે ફોન કર્યો છે, જે આવતા બિલમાંથી માઈનસ થઇ જશે તેમ જણાવતાં ડો.પિનલ તેની વાતમાં આવી ગઇ હતી અને તે મહિલાને કાર્ડની માહિતી આપી દીધી હતી. બાદમાં મોબાઈલમાં આવેલો ઓટીપી પણ તે મહિલાને આપી દીધા હતા. તે આપતાં જ રૂ.1.40 લાખ ઊપડી ગયા હતા.

KYC કરવાના બહાને રૂ. 51 હજારની ઠગાઈ
જૂના વાડજના સુરભિ પાર્કમાં રહેતાં કિંજલ શાહને કેવાયસી અપલોડ કરવાના બહાને તેમના બેંક ઓફ બરોડા, દેના બેંકના ખાતાની વિગતો, આઈડી નંબર મેળવી લઈ અજાણી વ્યક્તિએ રૂ.51,412 ઉપાડી લીધા હતા. આ અંગે કિંજલબહેને વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3jPmQsk

Comments