લૉકડાઉનમાં મોબાઇલ અને કમ્પ્યૂટર એડિક્શનના દર્દી 4 ગણા વધ્યા

લૉકડાઉનમાં લોકોનું ડિજિટલ એક્સપોઝર વધ્યું છે. કમ્પ્યૂટર-મોબાઇલ, સોશિયલ મીડિયા, ઓનલાઇન ગેમ્સ, વેબ સિરીઝ, ફિલ્મો, ટીવી શો, ઇ-સ્પોર્ટ્સ વગેરેમાં લોકો ઘણો સમય વીતાવે છે. પરિણામે વિદ્યાર્થીઓ અને યુવકોમાં મોબાઇલ ઇન્ટરનેટ એડિક્શન વધ્યું છે. આવા દર્દીઓ 4 ગણા સુધી વધી ગયા છે. મુંબઇ, દિલ્હી, પૂણે, ચેન્નઇ, હૈદરાબાદ, બેંગલુરુ જેવા મોટા શહેરો ઉપરાંત ઔરંગાબાદ, આગરા, મહેસાણા, સિક્કિમ અને મધ્ય પ્રદેશ, રાજસ્થાન તથા હરિયાણાના નાના શહેરોમાં દર્દી વધી રહ્યા છે. કેન્દ્ર સરકારના બે ટોચના એડિક્શન ટ્રીટમેન્ટ સેન્ટરના આકલનમાં આ વાત સામે આવી છે.

અગાઉ ધો. 10ના કે તેથી મોટા વિદ્યાર્થીઓમાં આ લત વધુ હતી, હવે ધો. 8ના કે તેનાથી પણ નાના વિદ્યાર્થીઓ એડિક્ટ થવા લાગ્યા છે. 22થી 35 વર્ષના યુવાનોમાં તો અશ્લીલ કન્ટેન્ટ જોવાની લત પણ વધી ગઇ. બિન્જ વૉચિંગ એટલે કે 120 મિનિટથી વધુ સતત ટીવી જોવાનું વધ્યું છે. ડિજિટલ બર્ન આઉટ (થાક), ડૂમ સર્ફિંગ (કોરોના સર્ચિંગ) જેવી સમસ્યાઓ પણ આવી રહી છે.

ત્રણ વાતથી સમજો- તમે ડિજિટલ એડિક્શનનો શિકાર તો નથી બની રહ્યા

  • સતત તલબ લાગેલી રહે.
  • એક વાર યુઝ કર્યા બાદ રોકાવામાં તકલીફ પડે અને તમે મોબાઇલ પાછો હાથમાં લઇ લો.
  • રોજિંદા જીવન પર અસર થઇ રહી છે તે ખબર હોવા છતાં રમવામાં, સૂવામાં, જમવામાં કે ક્યાંય જવામાં મોડું થતું હોય તો પણ મોબાઇલ સ્ક્રીન ન છોડી શકતા હોવ.

સાવધાની: સ્ક્રીન એક્સપોઝર 30 મિનિટથી વધુ ન રાખો
એક વારમાં સ્ક્રીન પર 30 મિનિટથી વધુ ન રહો. વધુ સમય સુધી રહેવું હોય તો દર 30 મિનિટે 10 વખત આંખો ખોલ-બંધ કરો. 10 વાર માથું લેફ્ટ-રાઇટ અને અપ-ડાઉન કરો. કાંડું ક્લોકવાઇઝ અને એન્ટી-ક્લોકવાઇઝ ફેરવો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર.


from Divya Bhaskar https://ift.tt/300tF2b

Comments