સ્મીમેરના ડો.પાર્થ 4 મહિનાથી ઘરે નથી ગયા

સ્મીમેરના મેડિસીન વિભાગમાં રેસિડેન્ટ ડોક્ટર ડો. પાર્થ પટેલે છેલ્લાં ચાર મહિનાથી સ્મીમેર હોસ્પિટલ જ ઘર અને દર્દીઓને પરિવાર બનાવ્યા છે. ડો. પાર્થ કહે છે કે, ‘હું છેલ્લા ચાર મહિનાથી ઘરથી દૂર રહીને મારી કોવિડ વોર્ડમાં ફરજ નિભાવું છું. દર્દીઓની સારવાર દરમિયાન ઘણી કાળજી રાખવી પડે છે. ઘણી વાર દર્દી ગંભીર સ્થિતિમાં દાખલ થાય છે, ત્યારે તેમના પરિવારજનોને આશ્વાસન સાથે ધીરજ પણ આપવી પડે છે.હું મારા માતા પિતા સાથે સમય મળતા વિડીયો કોલથી વાત કરી લઉં છું અને ઘરના સભ્યો હિંમતથી કામ કરવા પ્રોત્સાહિત કરે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/39Jqj79

Comments