74 વખત બ્લડ ડોનેટ કરી ચૂકેલા ડો.જગદીશ વધાસીયાએ 75મી વખત પ્લાઝમાનું દાન કર્યું

આરોગ્ય રાજ્યમંત્રી કિશોર કાનાણીના હસ્તે લોકસમર્પણ બ્લડ બેંક ખાતે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના સહયોગથી ‘કોવિડ-૧૯ પ્લાઝમા સેન્ટર’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે સાંસદ સી.આર.પાટીલ, દર્શના જરદોશ, મેયર જગદીશ પટેલની ઉપસ્થીતીમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજી ભાલાળા તથા અન્ય સભ્યોએ બ્લડ બેંક માટે રૂા.11 લાખની ધનરાશિ અર્પણ કરી હતી.

સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા બ્લડ બેંક માટે 11 લાખનું દાન કરવામાં આવ્યું
આ પ્રસંગે કિશોર કાનાણીએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમિત દર્દીઓને તમામ પ્રકારની સારવાર નિ:શુલ્ક અને શ્રેષ્ઠ મળે તે માટે રાજય સરકારે નવી હોસ્પિટલોનું નિર્માણ, બેડની ક્ષમતા સહિતની સુવિધાતાઓ તત્કાલ ઉભી કરી છે. લોકસમર્પણ રકતદાન કેન્દ્ર ખાતે પ્લાઝમા ડોનેટ કરનારા ડો.અમુલખ સવાણીએ જણાવ્યું હતું કે, એક પ્લાઝમાથી બે વ્યકિતને નવજીવન આપી શકાય છે. ૪૭ વર્ષીય પ્લાઝમા ડોનર અને વ્યવસાયે રેડિયોલોજીસ્ટ ડો.જગદીશ વઘાસિયા ૭૪ વાર બ્લડ ડોનેશન કરી ચૂકયા છે. કોરોનાને મ્હાત આપી પ્રથમવાર પોતાના પ્લાઝમાનું દાન કરીને તેમણે અન્યોને પ્રેરણા પુરૂ પાડી છે. તેમણે જણાવ્યું હતું કે, અન્યોની જીંદગી બચાવવા માટે હું બ્લડ ડોનેશન કરતો હતો હવેથી હું પ્લાઝમા ડોનેટ કરીશ.

પ્રથમ દિવસે જ 12 ડોનરોનું પ્લાઝમા ડોનેટ
પ્રથમ દિવસે જ 12 લોકોએ પ્લાઝમાં ડોનેટ કર્યા હતા અને તેમાંથી 21 કોરોના પોઝિટિવ દર્દીઓને પ્લાઝમાં થેરાપી આપવામાં આવી હતી. લોક સમર્પણ બ્લડ બેન્ક દ્વારા માત્ર 8 હજાર રૂપિયામાં પ્લાઝમાં આપવામાં આવશે. પ્લાઝમાં ડોનેશન શરૂ થવાથી સમગ્ર દક્ષિણ ગુજરાતને ફાયદો થશે. - કાનજી ભાલાળા, પ્રમુખ, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ડો.જગદીશ વઘાસિયા, રેડિયોલોજીસ્ટ


from Divya Bhaskar https://ift.tt/3jURhNR

Comments