દેશમાં 82% બિઝનેસમેનોએ સ્વીકાર્યુ - કોવિડ-19થી બિઝનેસમાં અવરોધ, ગાડી પાટા પરથી ઊતરી નથી, જૂન પહેલાં બધું સારું થશે

કોરોના કાળમાં વૈશ્વિક અર્થતંત્ર ભલે મંદ પડ્યું હોય પણ ભારતીય બિઝનેસમેનો આગામી વર્ષના જૂન મહિના પહેલાં એટલે કે એક વર્ષથી પણ ઓછા સમયમાં ફરી પોતાના પગ પર ઊભા થઈ જશે. ભારતીય બિઝનેસ ફરી વેગવંતા થવાની આશા દર્શાવતી આ તસવીર ગુરુવારે પ્રાઈઝ વૉટર હાઉસ કૂપર્સ(પીડબ્લ્યુસી)એ રજૂ કરી હતી. પીડબ્લ્યુસી દુનિયાની સૌથી મોટી પ્રોફેશનલ સર્વિસિઝ ફર્મમાંથી એક અને ચાર સૌથી મોટી એકાઉન્ટિંગ ફર્મ પૈકી સૌથી મોટી ફર્મ છે.

‘વેલ્યૂ કન્ઝર્વેશન ટુ વેલ્યૂ રિકવરી’ નામના રિપોર્ટમાં પીડબ્લ્યુસીએ દેશના 225 સીએક્સઓ(ચીફ એક્સપિરિન્યસ ઓફિસર) સાથે વાતચીત કરી હતી. તેમાં 82% કંપનીઓએ સ્વીકાર્યુ કે કોવિડ-19ને લીધે બિઝનેસમાં અવરોધ તો જરૂર આવ્યો પણ ગાડી પાટા પરથી ઊતરી નથી. જૂન-2021 પૂર્વે બિઝનેસમાં ફરી રિકવરી થઈ જશે. સરવે દરમિયાન બે તૃતીયાંશથી વધુ કંપનીઓએ સ્વીકાર્યુ કે આગામી સમય ડિજિટલ કાયાપલટ કરશે અને બિઝનેસમાં હરીફાઈ વધશે. આ કારણે જ આગળ વધવા ટેક્નોલોજી અપનાવવી પડશે. જ્યારે એક તૃતીયાંશથી પણ ઓછાએ ક્ષમતાઓ વધારવા માટે બિઝનેસને લગતી સમજૂતીઓ કરવાની જરૂર પર ભાર મૂક્યો હતો.વાતચીતમાં કન્ઝ્યુમર આધારિત સેક્ટરે જ્યાં કોરોનાને લીધે બિઝનેસમાં ઘટાડો થયાની વાત સ્વીકારી ત્યાં જ ઝડપથી રિકવરી કરવાની પણ આશા વ્યક્ત કરી હતી. બીજી બાજુ કેપિટલ ગુડ્સ સેક્ટરની 95 ટકા કંપનીઓએ કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષની રેવન્યૂમાં થોડોક ઘટાડો થશે. જોકે 70 ટકાથી વધુએ કહ્યું કે તેમાં 10 ટકાનો ઘટાડો નોંધાશે. બિઝનેસવર્ગે કહ્યું કે રેવન્યૂમાં ઘટાડાનાં મુખ્ય કારણોમાં માગમાં ઘટાડો, સપ્લાય ચેન ખોરવાઈ જવી અને રોકડનો અભાવ સામેલ છે.

પીડબ્લ્યુસી ઈન્ડિયાના સંજીવ કૃષ્ણન કહે છે કે બિઝનેસ લીડર્સે કોરોનાની આ અનપેક્ષિત સ્થિતિને સારી રીતે અપનાવી લીધી છે. તે રિકવરી અંગે આશાવાદી છે. અમે સીએક્સઓ દ્વારા ભરવામાં આવેલાં પગલાંમાં વ્યવહારિક પ્રગતિ જોઈ છે. તેમણે સુધાર(રિપેર)થી પુન:વિચાર(રિથિન્ક)થી નવો સ્વરૂપ આપવા(રિકોન્ફિગર)નાં પગલાં ભર્યાં છે. સરવે મુજબ મોટા ભાગના સીએક્સઓ હવે બિઝનેસનાં ડિજિટલ પાસા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે. ઈન્ડસ્ટ્રી ટ્રેકર્સ માને છે કે ડિજિટલને અપનાવનારી કંપનીઓ અનેક મામલે ખુદને આગળ રાખી શકશે.

આ પ્રોડક્શન અને ડિલિવરી ચેનલ વચ્ચેનો ગેપ ભરવાની રણનીતિનો સમય

  • 77 ટકા કંપનીઓએ ડિજિટલને અપનાવવા સંમતિ વ્યક્ત કરી.
  • 45 ટકા સંસ્થાને વર્તમાન સ્થિતિને દૃઢીકરણ કે જમાવટને શ્રેષ્ઠ બનાવવાની તક માની.
  • 75 ટકાથી વધુ સંસ્થા હાલમાં સમયનો ઉપયોગ પ્રોડક્શન અને ડિલિવરી ચેનલ વચ્ચેના ગેપને ભરવા માટે રણનીતિ બનાવવા કરી રહ્યા છે.
  • 39 ટકા કંપનીઓ રોકડની સમસ્યા સામે ઝઝૂમી રહી છે. એટલા માટે તે કાં તો ફંડ એકઠું કરશે કાં અધિગ્રહણ માટે સ્ટૉકનો ઉપયોગ રોકડ તરીકે કરશે.
  • 73 ટકા કંપનીઓએ સ્વીકાર્યું કે વર્તમાન નાણાકીય વર્ષમાં રેવન્યૂમાં ઘટાડો થશે. ફક્ત 15 ટકા કંપનીઓએ સ્વીકાર્યું કે આ ઘટાડો આગામી નાણાકીય વર્ષ સુધી વધશે. બાકી કંપનીઓએ સ્વીકાર્યું કે આગામી નાણાકીય વર્ષમાં રેવન્યૂ વધી જશે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રાઈઝ વૉટર હાઉસ કૂપર્સની ઓફિસની ફાઇલ તસવીર.


from Divya Bhaskar https://ift.tt/2PcL7dV

Comments