કોવિડ-19ની પરિસ્થિતિમાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે હોમ લર્નિંગ દરમિયાન 29 અને 30 જુલાઇએ વિદ્યાર્થીઓની એકમ કસોટી લેવાનાર છે અને તે માટે ઇમેલથી શાળાઓને પ્રશ્નપત્ર આપી 29મીએ વિદ્યાર્થીઓને વોટ્સએપ કે હાર્ડકોપીમાં ઘરે પહોંચાડવા સુચવાયું છે. પરંતુ તે પહેલાં ધોરણ 9 અને 10ની એકમ કસોટીના ચાર પેપર સોમવારે વોટસએપમાં ફરતા થતાં ચકચાર મચી ગઇ હતી અને તંત્રની બેદરકારી સામે આવી હતી.
આ મામલે શિક્ષણાધિકારીનો કસોટી પેપર લીક અંગે સંપર્ક થઇ શક્યો નહોતો. જોકે, શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ કહ્યું કે, જે બાળકો પાસે મોબાઇલ, વોટ્સઅપ ન હોય તેમને ઘરે પેપર પહોંચાડવા માટે શાળાએ ઇમેલથી કોપી કાઢી ઝેરોક્ષ કઢાવી પડે, એટલે આજે શાળા સુધી ઇમેલથી પેપર પહોંચ્યા છે. સૂત્રોએ કહ્યું કે, ક્યાંક પાસવર્ડ વહેલો ખુલી ગયેલો જણાય છે
આ ચાર પેપર ફરતા થયા
- ધો.9 વિજ્ઞાન (13 પ્રશ્નો)
- ધો.9 ગુજરાતી (6 પ્રશ્નો)
- ધો.10 સામાજિક વિજ્ઞાન (13 પ્રશ્નો)
- ધો.10 ગણિત (13 પ્રશ્નો)
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/3174Q4j
Comments
Post a Comment