ચેમ્બર : સુરતને ધીરાણ આપો, મંત્રી : આવતા દિવસોમાં મંતવ્ય લઈશું

ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી(ફિક્કી)ની વિડીયો કોન્ફરન્સ થકી નેશનલ એક્ઝીક્યુટીવ કમિટીની મિટીંગ મળી છે. જેમાં હાજર રહેલા કેન્દ્રીય કોમર્સ મંત્રી નિર્મલા સિતારામને વિવિધ ચેમ્બર્સના આગેવાનો સાથે ચર્ચા કરી છે. ધી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ તરફથી ટેક્સટાઈલ અને ડાયમંડના પ્રશ્નોનું નિરાકરણ લાવવા કોમર્સ મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી.

છેલ્લાં સાડા ચાર માસથી શહેરના ટેક્સટાઈલ અને ડાયમંડના ઉદ્યોગમાં મંદી સમાન સ્થિતિ સાંપડી છે. મિટીંગમાં ચેમ્બરના નવા કાર્યકારી પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું કે, કોરોનાની આફતના કારણે સુરતના હીરા ઉદ્યોગને યોગ્ય પ્લેટફોર્મ અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે તે આવશ્યક છે. આ સાથે ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં એન્ટી ડમ્પીંગને લઈને ચાલી રહેલી નારાજગીનો ઉકેલ આવે તે અંગે અમે રજૂઆત કરી છે. એમએસએમઈ ઉદ્યોગોને બેંકિંગ સેક્ટરનો લાભ સારા પ્રમાણમાં મળે તે માટે ધિરાણ સામે એડીશન કોલેટરરની થતી માંગણીમાંથી રાહત માંગતાં મંત્રીએ કહ્યું કે, આવતા દિવસોમાં મંતવ્ય લઈશું



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Chamber: Give credit to Surat, Minister: We will take opinion in the coming days


from Divya Bhaskar https://ift.tt/3glNYgy

Comments