સુરત શહેરના યુવકે પીપીઈ કિટ અને માસ્કને રિસાયકલ કરી ઈંટ અને રાખડી તૈયાર કરી

શહેરનાં ડો.બિનિશ દેસાઈ દ્વારા પીપીઈ કિટ અને માસ્કથી થતું પ્રદૂષણ અટકાવવા માટે તેને રિસાઈકલ કરીને ઈંટ તૈયાર કરવામાં આવી છે. ડો.બિનિશ દેસાઈ પહેલેથી પેપર વેસ્ટમાંથી ઈંટ બનાવવાનું કામ કરી રહ્યા છે. જે ઈંટનું આ બીજુ વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. તેમજ આ ઈંટ લોન્ચ નિમિત્તે કોરોના વોરિયર્સના કાર્યને બિરદાવવા પીપીઈ કિટ અને માસ્કમાંથી જ રાખડી પણ તૈયાર કરવામાં આવી છે.

SMC સાથે કોલાબ્રેશન
ડો.બિનિશ દેસાઈએ જણાવ્યું હતું કે 5 વર્ષમાં 6700 મેટ્રીક ટન પેપર મિલના વેસ્ટેજમાંથી ઈંટો બનાવી છે. હાલ પીપીઈ કીટ અને માસ્કથી થતું પ્રદુષણ વધી રહ્યું હતું એટલે તેને રિયાયકલ કરીને ઈંટો બનાવી રહ્યા છીએ. આ માટે SMC, વિવિધ NGO, મોટી બિલ્ડિંગો સાથે કોલાબ્રેશન કરી દરેક જગ્યા પર ઝીરો વેસ્ટ બોક્સ મુકાશે. જેમાં દરેક લોકોએ ફક્ત માસ્ક જ ડિસ્પોઝ કરવાના રહેશે.

કંઈક આ રીતે બનાવી ઈંટ
આ ઈંટ માટે પીપીઈ કિટ અને માસ્કને 72 કલાક સુધી સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ(સીપીસીબી)ની ગાઈડલાઈન પ્રમાણે તેને ડીસઈન્ફેક્ટ કરી રિસાયકલ કરવામાં આવે છે. આ ઈંટ પેપર ઈંટનું બીજુ વર્ઝન છે તેથી તે સામાન્ય ઈંટથી તેમજ પેપર વેસ્ટમાંથી બનેલી ઈંટથી પણ વજનમાં હલકી અને વધુ મજબૂત છે. તેમાં 52 ટકા પીપીઈ કિટ અને માસ્કનું રિસાયકલ મટીરીયલ હોય છે અને બાકીનું પેપર વેસ્ટ હોય છે. ઈંટ સાથે પેવર બ્લોક્સ પણ બનાવવામાં આવશે. અને બંનેનું પ્રોડક્શન સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Youths from Surat city recycled PPE kits and masks and made bricks and ashes


from Divya Bhaskar https://ift.tt/3hSsl7K

Comments