‘નવી શિક્ષણનીતિથી ભારતીય શિક્ષણ પધ્ધતિનો અમલ થશે’

બુધવારે જાહેર થયેલી નવી શિક્ષણનીતિમાં HRD મંત્રાલયને એજયુકેશન મિનિસ્ટ્રી તરીકે જાહેર કરવી, માતૃ ભાષામાં શિક્ષણ ફરજિયાત શિક્ષણેજેવાં મહત્વના નિર્ણયો લેવાયા હતા. સિટી ભાસ્કરે એક્સપર્ટ સાથે વાત કરી નવી શિક્ષણનીતિ એજ્યુકેશન સિસ્ટમ માટે કેટલી ફાયદાકારક રહેશે તે અંગે જાણ્યું હતું.

નવી શિક્ષણનીતિથી વિદ્યાર્થીનેે ફાયદો
બાળકને 5 વર્ષ સુધી માતૃભાષામાં જ અભ્યાસ કરાવવો એ સૌથી મોટો ફેરફાર છે. રીજનલ ભાષામાં ઈ-કોર્સ ડેવલપ કરાશે. જેથી ઓનલાઈન એજ્યુકેશનમાં નવા ઈ-કોર્સ દાખલ કરાશે. જે વિદ્યાર્થીઓના હિતમાં છેે. હાયર એજ્યુકેશનમાં વિષય પસંદગીમાં ફ્લેક્સિબિલિટી અપાઈ છે. જે સારી બાબત છે. ઉચ્ચ શિક્ષણમાં હવે UGC, AICTEની જગ્યાએ હવે એક જ ઓથોરિટી રહેશે. હાલમાં જે વારંવાર થતી તપાસને બદલે દરેક વસ્તુ ઓનલાઈન કરાશે. નવી શિક્ષણ નીતિથી વિદ્યાર્થીઓને દરેક રીતે ફાયદો થશે. { દીપક રાજગુરુ, શિક્ષણવિદ

સ્કીલ-નોલેજના આધારે પરિણામ મળશે
32 વર્ષ પછી પહેલીવાર ડિજિટલ પ્લેટફોર્મ, ટેકનોલોજી, ચાઈલ્ડ સેન્ટરને ધ્યાનમાં રાખીને શિક્ષણનીતિ બહાર પડાઈ છે. જેથી ભારતીય શિક્ષણ પદ્ધતિનો અમલ થશે. હવે બાળકની સ્કીલ અને નોલેજને કેન્દ્રમાં રાખીને પરિણામ અપાશે. ફક્ત ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી આવડે એ જ બાળક હોશિયાર ગણાય એ માનસિકતામાંથી બહાર નીકળાશે. દરેક બાળકને પોતાની સ્કીલ રજૂ કરવાનો તક મળશે. આરક્ષિત બાળકોના પરીવારને આરટીઈમાં સમાવેશ કરીને ધોરણ-12 સુધી ફ્રી એજયુકેશન મળશે. { દિનકર નાયક, શિક્ષણવિદ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/33dTeiB

Comments