ઉકાઇની સપાટી ૨૪ કલાકમાં અડધો ફૂટ વધી

ઉકાઇના ઉપરવાસમાં ડેડતલાઈ માં 3ઈંચ, દહીગામમાં અઢી ઇંચ, દૂધખેડામાં બે ઇંચ અને બુરહાનપુર માં બે ઇંચ વરસાદ પડયો હતો ઉપરવાસમાં વરસાદને કારણે હથનુર ડેમમાંથી 67390 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું . પાણીના કારણે ઉકાઇ ડેમ માં બપોર સુધી 53347 ક્યુસેક પાણીનો આવરો રહેતા સપાટી માં વધારો થયો હતો. બપોરે બે વાગ્યા સુધી ઉકાઈ ડેમમાં પાણીની આવક ઘટી ને40435 ક્યુસેક થઈ હતી. સાંજે છ વાગ્યે 27192 ક્યુસેક થઈ હતી. હથનુર માંથી પાણી છોડવામાં આવતા ઉકાઇ ડેમની સપાટી 325 ૬૫ થી વધીને 326.03 સુધી પહોંચી ગઈ હતી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઈલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2D2vhQk

Comments