એન્ટીજેન ટેસ્ટ નેગેટીવ આવે તો કોરોના ન હોવાનું નહીં સમજતા!

પાલિકાએ કોરોનાના કેસ શોધવા એન્ટીજેન ટેસ્ટ શરૂ કર્યા છે. પરંતુ જો તમારો એન્ટીજેન ટેસ્ટ નેગેટીવ આવે તો તમને કોરોના નથી એવું સમજવાની ભૂલ જરાયે નહિં કરતા! સમયસર તમામ રિપોર્ટ નહીં કરાવો અને પાછળથી કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવે તો સારવારમાં થયેલ વિલંબથી મૃત્યુના ચાન્સ વધી જાય છે.

ડોક્ટરની સલાહ લઇને તાકીદે સિટી સ્કેન સાથે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો જોઇએ
એન્ટીજેન ટેસ્ટ નેગેટીવ આવ્યા બાદ પણ તબિયતમાં સુધારો ન જણાય તો ડોક્ટરની સલાહ લઇને તાકીદે સિટી સ્કેન સાથે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો જોઇએ. કોરોના માટે એન્ટીજેન, એન્ટીબોડી, સિટી સ્કેન તથા આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો. કોઇ એક પણ ટેસ્ટ નેગેટીવ આવે તો બેસી રહેવાની જરૂર નથી. ઘણાં કેસમાં સેમ્પલ લેતી વખતે ઓછી માત્રામાં સેમ્પલ આવે તો પણ રિપોર્ટ નેગેટીવ આવી શકે છે. જેથી તમામ રિપોર્ટ કરાવવા આવશ્યક છે. શંકાસ્પદ લક્ષણ હોય તો ઓક્સિજન લેવલ ટેસ્ટ કરવાનું મશીન સાથે રાખવું જોઇએ.

એન્ટીજેન ટેસ્ટ નેગેટિવ છતાં કોરોના લક્ષણ
નાનપુરામાં રહેતા 53 વર્ષિય મહિલાને ભેદી લક્ષણ જણાતા ગત 25મીએ એન્ટીજેન ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. બાદ ઓક્સિજન લેવલ ઘટી 91 થઇ જતાં શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને ફેમિલી ડોક્ટરે તાકીદે સિટી સ્ક્રેન કરાવવાનો આગ્રહ કર્યો ત્યારે સિટી સ્ક્રેન રિપોર્ટમાં કોરોનાના લક્ષણ હોવાનું બહાર આવતા તાત્કાલીક સ્મીમેરમાં દાખલ કરવામાં આવી હતી.

RT-PCR નેગેટિવ, સિટી સ્કેનમાં કોરોના
અડાજણના 30 વર્ષિય યુવાનને કોરોનાના શંકાસ્પદ લક્ષણો હોઇ આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. પરંતુ સિટી સ્કેનમાં ફેફસામાં 20થી 25 ટકા કોરોનાના લક્ષણ હતા. જેથી ડોક્ટરે ટ્રીટમેન્ટ શરૂ કરતા સાજો થયો હતો.

સ્મિમેરમાં પોઝિટિવ, હેલ્થ સેન્ટર પર નેગેટીવ
પાલમાં રહેતા 47 વર્ષિય વ્યક્તિને સિટી સ્કેન રિપોર્ટમાં કોરોનાના લક્ષણો જણાયા હતા. ધન્વંતરી રથ આવતા એન્ટીજેન ટેસ્ટ કરાવ્યો તો પોઝિટિવ આવ્યો હતો. બાદ પાલ હેલ્થ સેન્ટર પર રિપોર્ટ કરાવતા નેગેટીવ આવ્યો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઈલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/3fc4fTE

Comments