એન્ટીબોડી ટેસ્ટ પોઝિટિવ આવે તો કામે રાખી શકાય

નાયબ શ્રમ આયુક્ત કચેરી દ્વારા ફોસ્ટા, ફોગવા, એસજીટીટીએ, એસજીટીપીએ, સુરત ડાયમંડ એસો., એમ્બ્રોઈડરી એસો., વોર્પ નિટર્સ, લસકાણા-કામરેજ એસો, પાંડેસરાં વીવર્સ એસો., સચિન ઈન્ડસ્ટ્રીયલ સહિતની 19 સંસ્થાઓને નોટીસ મોકલીને પાલિકાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે સૂચન કર્યુ છે. જેમાં પરત ફરી રહેલા કારીગરોને કામ પર રાખતા પહેલા કોવિડ-19ની તપાસ માલિકોએ સ્વખર્ચે કરાવવી પડશે, જે સ્થળાંતરિત કારીગરોના એન્ટીબોડી ટેસ્ટ પોઝિટીવ આવે તેમને કામે રાખી શકશે. જો કોઇ કારીગરનો એન્ટીબોડી ટેસ્ટ નહીં કરાવ્યું હોય અથવા નેગેટીવ આવ્યો હોય તેવા સ્થળાંતરિત શ્રમિકોને 7 દિવસ સુધી કોરેન્ટાઇનમાં રહેવુ પડશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2EuiGG1

Comments