હિંમતનગર પ્રાંત અધિકારી, પાલિકાના પૂર્વ પ્રમુખ અને બરોડા ગ્રામીણ બેંકના એક અધિકારી સંક્રમિત હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. સોમવારે જિલ્લામાં વધુ 10 પોઝિટિવ કેસ નોંધાતા પોઝિટિવનો આંક 412 એ પહોંચી ગયો છે. સાથે પ્રાંતિજ અને તલોદના એક એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયું છે. સંક્રમિત વિસ્તારોની અવારનવાર મુલાકાત લઇ રહેલ અધિકારી પણ કોરોનાની ઝપટમાં આવી રહ્યા છે. હિંમતનગર પ્રાંત અધિકારી યતિન ચૌધરી ગત ગુરુવારે કચેરીથી ઘેર ગયા બાદ શુક્રવારે સવારે તાવ આવતાં ડોક્ટરનો સંપર્ક કર્યો હતો અને શંકાસ્પદ લક્ષણો જણાતાં તેમનું અમદાવાદ સેમ્પલ લેવાયું હતું અને રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના સંપર્કમાં આવેલા 25 થી 28 કર્મચારીને 7 દિવસ માટે ક્વોરન્ટાઇન થવા અને તકેદારી રાખવા સૂચના અપાઇ છે.
હિંમતનગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને કાઉન્સિલર નીલાબેન પટેલ પણ અમદાવાદ હતા અને શંકાસ્પદ લક્ષણો જણાયા બાદ તેમનું પણ સેમ્પલ લેવાતા પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આરોગ્ય સૂત્રો દ્વારા જાણવા મળતી માહિતી અનુસાર બરોડા ગ્રામીણ બેંકના મેનેજરનું ચેસ્ટ એક્સ-રે શંકાસ્પદ આવતાં જાતે ક્વોરન્ટાઇન થઇ ગયા છે અને સારવાર શરૂ કરી છે. પરંતુ આધિકારિક રીતે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યાની જાણ થઈ નથી. સોમવારે જિલ્લામાં વધુ દસ કેસ નોંધાવા સહિત પ્રાંતિજ તાલુકાના પીલુદરાના 60 વર્ષીય મનુભાઇ કાન્તિલાલ રાવલ, તલોદના 45 વર્ષીય દિલીપ સિંહ રાઠોડનું સારવાર દરમિયાન મોત થતાં હિંમતનગરમાં કોરોના ગાઇડલાઇન મુજબ સોમવારે અંતિમ સંસ્કાર કરાયા હતા.
આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઇડરની અરવલ્લી સોસાયટીમાં 49 વર્ષીય પુરુષ અને શિવમ સોસાયટીમાં 55 વર્ષીય મહિલા, પ્રાંતિજની દેસાઈની પોળમાં 52 વર્ષીય પુરુષ, તલોદમાં માણેકલાલ શેઠની પોળમાં 55 વર્ષીય મહિલા વડાલીના ભજપુરા ગામમાં 55 વર્ષીય પુરુષ અને હિંમતનગરના ભોલેશ્વરમાં 80 વર્ષીય પુરુષ અને 29 વર્ષીય મહિલા સાબરડેરી વિસ્તારમાં 24 વર્ષીય યુવક, બિલપણ કંપા ગામમાં 65 વર્ષીય પુરુષ, અને મહાવીરની વૈભવ સોસાયટીમાં 56 વર્ષીય પુરુષનો પોઝિટિવ આવ્યો હતો.
સારા સમાચારઃ સા.કાં.ના 37 દર્દીઓએ કોરોનાને હરાવ્યો
સોમવારે 10 પોઝિટિવ કેસ નોંધાયા હતા. પરંતુ સારી બાબત એ હતી કે 37 દર્દી કોરોના લક્ષણમુક્ત બનતાં રજા અપાઈ હતી. હિંમતનગરના 27 ઇડર અને તલોદના 4-4 અને વડાલીના બે દર્દીએ કોરોનાને પરાસ્ત કર્યો હતો.

મોડાસાની અને ભિલોડાની 1-1 મહિલાને કોરોના
ભિલોડા,મોડાસા|ભિલોડાના ત્રિભોવન નગર સોસાયટીમાં રહેતી મહિલાને હાર્ટની બિમારી હોઇ સારવાર અર્થે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરાતાં કોવિડ રિપોર્ટ કરાવતા પોઝિટિવ રિપોર્ટ આવતા વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયો હતો અને પંચાયત દ્વારા સેનેટાઈઝેશન કરાયુ હતું. ત્રિભોવનનગરમાં રહેતા અને મુખ્ય બજાર ખાડિયા પાસે નોવેલ્ટીની દુકાન ધરાવતા માલિકના પરિવારની મહિલા સભ્યને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા 10 થી વધુ વિસ્તારની દુકાનો બંધ રહી હતી. મોડાસાના રાણા સૈયદ વિસ્તારમાં રહેતી 55 વર્ષીય મહિલા બે દિવસ અગાઉ બીમારીમાં સપડાતા તેનું મેડિકલ ચેક અપ કરી રિપોર્ટ કરતાં મહિલાને સોમવારે મોડી સાંજે કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/2BBufKD
Comments
Post a Comment