હોડીબંગલા પાસે મોડીરાત્રે પોલીસ સાથે માથાકૂટ કરનારાઓની ધરપકડ

હોડી બંગલા ટી સ્ટોલ પાસે રાત્રે એકાદ વાગે પંદરેક જણા બાઇક બેસીને ગપ્પા મારતા હતા. કોઈએ પોલીસને જાણ કરતા લાલગેટ પીએસઆઈ કે.એન.ચોપડાએ જઈને ત્યાંથી ખસી જવાનું કહ્યું હતું. ત્યારે ત્યાં બેસેલા લોકોએ કહ્યું કે અહીંથી ક્યાંય જવાના નથી. પીએસઆઈએ વન જીપ ઓપરેટરને બેસેલાઓનું વીડિયો શુટિંગ કરવાનું કહેતા ટોળું ઉશ્કેરાયું હતું અને વધુ લોકોને ભેગા કર્યા હતા. પોલીસે શેખ વસીમ,ઇમરાન શેખ,બાબુ રાઠોડ,મોહસીનખાન પઠાણ,વિપુલ સોનારા,શેખ આસીફ અને ઉસામા મુસ્તુફા નાલબંધને પકડી લીધા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/30XLCxO

Comments