સુરતને સાઇકલ ફ્રેન્ડલી કરવા ઈન્ડિયા સાયકલ્સ ફોર ચેન્જ ચેલેન્જ શરૂ કરાઈ

શહેરને સાઇકલિંગ ફ્રેન્ડલી શહેર બનાવવા માટે સ્માર્ટ સીટીઝ મિશન, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ દ્વારા એક ચેલેન્જ શરૂ કરાઈ છે. જેનું નામ ઈન્ડિયા સાયકલ્સફોરચેન્જ ચેલેન્જ રખાયું છે. જેમાં સુરત સહિત દેશના 92 શહેરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ ચેલેન્જમાં શહેરના દરેક લોકો ભાગ લઈને પોતાનો વોટ આપી શકે છે.

ચેલેન્જમાં જો સુરત ટોપ 11 શહેરોમાં સમાવિષ્ટ થશે તો 1 કરોડની ગ્રાન્ટ મળી શકશે
આ ચેલેન્જ બે સ્ટેજમાં રહેશે. પ્રથમ સ્ટેજ ઓક્ટોબર સુધી ચાલશે. જેમાં દરેક શહેરમાં સાઇકલ લેન શરૂ કરવાની પહેલ, સર્વે, સાઇકલિંગ પ્રમોટ કરવા માટે વિવિધ કેમ્પેઈન, સાઇકલિંગ માટે લોકોને જાગૃત કરવાના રહેશે તેમજ શહેરમાં સાઇકલિંગ માટે સ્લો ઝોન બનાવવાના રહેશે. સાઇકલ શેરિંગ સીસ્ટમમાં સુધારો કરવાનો રહેશે. દરેક શહેરમાં આ પ્રકારના કાર્યો માટે એક કમિટી બનાવવામાં આવી છે. આ ચેલેન્જ દરમિયાન દરેક શહેર માટે ઓનલાઈન વર્કશોપ રાખવામાં આવ્યા છે. જેમાં શહેરના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રાજેશ પંડયાએ શહેરના જાણીતા એક્સપર્ટને આ કામ માટે જોડ્યા છે. પ્રથમ સ્ટેજમાં પસંદ થયેલા 11 શહેરોને 1 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવશે.

પોર્ટલ પર જઈ સુરતીઓએ શહેર માટે વોટ આપવો પડશે
ચેલેન્જમાં જો વધુ લોકો જોડાશે તો સુરત ટોપ-11 શહેરોમાં આવી શકશે. આ માટે વધુમાં વધુ લોકોએ પોતાનો વોટ આપવો પડશે. અને સુરતને સાઇકલ પ્રમોટ કરવા માટે મદદ કરવાની રહેશે. આ માટે લોન્ચ કરાયેલી પોર્ટલ પર જઈને એક ફોર્મ ભરવાનું રહેશે કે તમે સુરતને કઈ રીતે મદદ કરી શકશો તેના માટેના વિવિધ વિકલ્પો પસંદ કરવાના રહેશે. જેમ કે સાઇકલિંગની પહેલમાં સહાય કરવી, વિવિધ સર્વે અને સ્વયંસેવક બની શકો છો, સોશિયલ મીડિયા દ્વારા આ ચેલેન્જને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવામાં મદદ કરવી વગેરે. https://bit.ly/2X0UK3v પર જઈ સપોર્ટ યોર સિટી વિકલ્પમાં જવાનું રહેશે.

આ ચેલેન્જથી સુરતને આટલા ફાયદા થશે

  • શહેરમાં સાઇકલિંગ માટે એક સલામત, આકર્ષક અને સ્માર્ટ સાઇકલિંગ ઈન્ફ્રાસ્ટ્રકચર તૈયાર થશે.
  • ટ્રાન્સ્પોર્ટેશન માટે એક સારો વિકલ્પ મળી શકે છે.
  • પર્યાવરણને નુકશાન થતું બચાવી શકાશે.
  • સાઇકલ લેન બનશે તો લોકો સારી રીતે અને સેફ રાઈડીંગ કરી શકશે.
  • સાઇકલિંગ કરવાથી લોકોનું આરોગ્ય સારું રહે છે જેથી દરેક લોકોએ સાઇકલિંગ માટે જાગૃત થવું જોઈએ.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3jYJsXp

Comments