લિંબાયતમાં મ્યુ.કમિ.નો રાઉન્ડ: ટેસ્ટીંગની સૂચના

બુધવારે મ્યુ.કમિશનરે લિંબાયત ઝોનમાં રાઉન્ડ લઇ અધિકારીઓ સાથે કરેલી સમીક્ષા બેઠકમા હાલની કોરોનાની ગંભીર સ્થિતિને જોતા કોરોનાનું સંક્રમણ રોકવા શહેરમાં રોજ મોટી સંખ્યામાં પરત આવતા તમામ શ્રમિકોનું ટેસ્ટીંગ કરાવવા સૂચના આપી હતી. લિંબાયત ઝોનમાં ડીંડોલી ઓમનગરમાં કેસ વધુ સામે આવતા સમગ્ર વિસ્તાર સમુહ કોરોન્ટાઇલ કરવામાં આવ્યો છે. મ્યુ.કમિશનરે આ વિસ્તારમાં રાઉન્ડ લઇ બેરીકેટીંગ સાથે ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરીની સમીક્ષા કરી હતી. ત્યારબાદ લિંબાયત ઝોન ઓફિસ ખાતે હાલની પરિસ્થિતિનો કમિશનરે તાગ મેળવ્યો હતો.

આ બેઠકમાં મ્યુ.કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, શહેરમાં ઓછોમાં ઓછા લોકોના મૃત્યુ થાય તે રીતે તમામ કામગીરી સઘન બનાવવી જોઇએ. જે લોકોનું ઓકિસજન લેવલ ઓછું જણાય તેવા લોકોને તાકીદે સારવાર મળી રહે તે માટે તેઓને હોસ્પિટલાઇઝ કરવાની વ્યવસ્થા કરવા અને શંકાસ્પદ વ્યકતિઓને હોમ આઇસોલેશન હેઠળ રાખવા સૂચના આપી હતી. હાલમાં રોજ મોટી સંખ્યામાં શ્રમિકો બહારગામથી સુરત પરત આવી રહ્યા છે. આ પરિસ્થિતિમાં તમામ શ્રમિકોનું ટેસસ્ટીંગ કરાવવા ખાસ સૂચના આપી હતી. જેથી અન્ય લોકોને સંક્રમિત થતા બચાવી શકાય.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/314helg

Comments