નવી સિવિલમાં નોન કોવિડ સારવાર શરૂ કરવા કવાયત

આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ ગુરુવારે નવી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. સુપ્રિન્ટેન્ડેન્ટ સહિતના અધિકારીઓ સાથે મુલાકાત કરી તેમણે સિવિલમાં નોન કોવિડ સારવાર શરૂ કરવા બાબતે ચર્ચા વિચારણા કરી હતી. આગામી દિવસોમાં સિવિલમાં નોન કોવિડ દર્દીઓને પણ સારવાર મળે તે માટે કવાયત હાથ ધરવામાં આવી રહી છે.

નવી સિવિલ હોસ્પિટલ ખાતે સ્ટેમસેલ બિલ્ડિંગમાં ઉપરના તમામ માળ તૈયાર થઇ ગયા છે અને હવે આગામી દિવસોમાં ત્યાં કામગીરી પણ શરૂ થવા જઈ રહી છે. ત્યારે હવે સિવિલ હોસ્પિટલના જુના બિલ્ડીંગમાંથી કોરોનાના દર્દીઓને કોવિડ હોસ્પિટલમાં શીફ્ટ કરી જુના બિલ્ડીંગમાં નોન કોવિડ દર્દીઓને સારવાર મળે તેવી વ્યવસ્થા ગોઠવવા માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ ગુરુવારે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ તબીબી અધિક્ષક સહિતના અધિકારીઓ સાથે મુલાકાત કરી આ બાબતે ચર્ચા હાથ ધરી હતી. નજીકના દિવસોમાં શહેરના તેમજ બહારથી આવતા અન્ય બિમારીઓના દર્દીઓને પણ સિવિલમાં સારવાર ફરીથી મળતી થાય તે માટે પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
નવી સિવિલ હોસ્પિટલ, સુરત


from Divya Bhaskar https://ift.tt/2PcTFRL

Comments