હીરા બુર્સ સુરત માટે બનશે ગેમચેન્જર, રાજ્ય જ નહીં દેશમાં સૌથી વધુ જોબ ઉભી કરશે આ ઇમારત

સુરત સ્માર્ટ સિટી વિઝન-2030 પર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઈન્ટરેક્શન સેશનનું આયોજન કરાયું છે. જેની બીજી શ્રેણીમાં સુરતમાં માટે ગેમ ચેન્જર બનનારા અને ડ્રીમ સિટી પ્રોજેક્ટમાં આકાર લેનારા ડાયમંડ બુર્સના કારણે સુરતને મળનારી તકો પર ચર્ચા કરાઈ હતી. આશાસ્પદ એવો આ પ્રોજેક્ટ એક વર્ષ ભલે પાછળ ધકેલાશે પણ નવી જોબ ઉભી કરવામાં સુરત માટે ગેમચેન્જર બનશે.

આ સેશનમાં સુરત ડાયમંડ બુર્સના આર્કીટેક્ટ નિતિન બંસલે જણાવ્યું હતું કે, એક સાથે 4500થી વધુ ઓફિસમાં હાજર રહેનારા 65000 વ્યક્તિઓ માટે કોઈ જગ્યાનું ડિઝાઈન કરવું તે ખૂબ ચેલેન્જિંગ હતું. સૌથી મોટું ચેલેન્જ 65000 લોકોને એકસાથે એન્ટ્રી અને એક્ઝિટને લઈને હતું. ફૂટબોલ સ્ટેડિયમમાં જ્યારે એન્ટ્રી કે એક્ઝિટ થતી હોઈ ત્યારે દોઢ કલાક કે તેથી વધુનો સમય લાગતો હોઈ છે. જ્યારે ડાયમંડ બુર્સનું ડિઝાઈન કર્યુ ત્યારે ગણતરીની મિનિટમાં હજારો લોકો વગર ટ્રાફિકે એકસાથે એન્ટ્રી-એક્ઝિટ લઈ શકે તેવી બનાવવામાં આવી છે. આ વેબિનારમાં જણાવાયું છે કે, કોરોનાના કારણે ડિઝાઈનમાં કોઈ ફેરફારની શક્યતાં નથી કારણ કે હાલ 23 કિમીનો લાંબો પેસેજ તૈયાર કરવામાં આવ્યો છે. આ સાથે 13 ફૂટ લાંબો કોરિડોર છે.

કોવિડને કારણે વર્ષ 2020ના અંત સુધીમાં ડાયમંડ બુર્સનું પૂર્ણ થઈ જનારું કામકાજ હવે કોવિડની સ્થિતિને અનુરૂપ 6 માસથી 1 વર્ષમાં પૂર્ણ થાય તેવો અંદાજ છે. આ ચર્ચા દરમિયાન ચેમ્બરના વાઈસ પ્રેસિડેન્ટ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, બુર્સના કાર્યરત ડાયમંડ ઈન્ડસ્ટ્રીઝના 45,000 થી 55,000 લોકો માટે નવી જોબ ક્રીએટ થશે.

  • 4500થી વધુ ઓફિસ
  • 65000લોકોને એક સાથે એન્ટ્રી-એક્ઝિટ
  • 23 કિમીનો લાંબો પેસેજ
  • 55000નવી જોબનું નિર્માણ થશે


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Diamond Bourse will be a game changer for Surat, this building will create the most jobs not only in the state but also in the country


from Divya Bhaskar https://ift.tt/30bq3e3

Comments