વિદેશમાં મેડિકલ ટ્રીટમેન્ટનું બિલ નહીં ચૂકવનાર વીમાકંપનીને લપડાક

2009માં ઇંગ્લેન્ડ ફરવા ગયેલાં સિનિયર સિટિઝનની તબિયત અચાનક બગડતાં હોસ્પિટલમાં દાખલ કરતાં વીમા કંપનીએ પાછળથી ક્લેઇમ ચૂકવવાથી ઇન્કાર કરતા સુરત આવી ગયેલાં સિનિયર સિટિઝન વિમાસણમાં મૂકાયા હતા. દરમિયાન એડવોકેટ શ્રેયસ દેસાઈ મારફત ગ્રાહક કોર્ટમાં કેસ કરાયો હતો. જ્યાં દલીલ કરાઈ હતી કે ફરિયાદીને ડાયાબિટિસ હોવાનો કોઈ પુરાવો વીમા કંપની પાસે નથી. એપ્રુવલ આપ્યા બાદ ક્લેઇમ ચૂકવાયો નથી. કોર્ટે વીમા કંપનીને કલેઈમ પેટે 3.50 લાખ ચૂકવી આપવા ક્હ્યું હતું. બાદમાં વીમા કંપનીએ તેને ગુજરાત સ્ટેટ કમિશનમાં પડકાર્યો હતો. જ્યાં પણ વીમા કંપનીની અપીલ રદ કરી હતી. નોંધનીય છે કે, કેસ ચાલતો હતો ત્યારે હોસ્પિટલે અરજદારના માન્સ્ચેસ્ટરમાં જ રહેતા પુત્ર પાસે ઉઘરાણી શરૂ કરી હતી.જેથી પુત્રએ 3.50 લાખનું બિલ ચૂકવી દીધું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2Xd8GYc

Comments