રક્ષાબંધનમાં બહેનની સાથે પર્યાવરણની પણ થશે રક્ષા

હાલની સ્થિતિ પ્રમાણે દરેક લોકો પર્યાવરણને બચાવવા માટે નાનું-મોટું યોગદાન આપતા જ હોય છે. પર્યાવરણ અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શહેરના કલાકારો દ્વારા સોપારી, નાડાછડી, મરી, ચોખા, કંકુ, ઈલાઈચીની સાથે સાથે કોફીના કુચા, ટેક્સટાઈલ વેસ્ટ અને પેપર વેસ્ટમાંથી ઈકો ફ્રેન્ડલી અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી રાખડીઓ બનાવવામાં આવી છે. આ ઉપરાંત એવી પણ રાખડી બનાવી છે જેને કુંડામાં રોપવાથી છોડનું સ્વરૂપ ધારણ કરશે. જેથી રાખડીની સાથે પર્યાવરણનું પણ રક્ષણ થશે. તેમજ ગુજરાતની મહિલા કલાકારો દ્વારા લીફાફે પ્રોજેક્ટ હેઠળ કોરોના વોરિયર્સને બિરદાવવા તેમના વતી પોતાના હાથ પર રાખડી બાંધશે.

કોરોના વોરિયર્સ વતી પોતાને રાખડી બાંધશે
આશ્રુતા પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની મહિલા કલાકારોએ રક્ષાબંધન માટે હાથથી રાખડીઓ બનાવાઈ છે. દરેક રક્ષાકર્મી કે જેમણે કોરોનાના સમયમાં આપણી રક્ષા કરી છે. જોકે આવા સમયમાં તેમને રાખડી બાંધવા ન જઈ શકાય એટલે તેમના વતી પોતાને રાખડી બાંધવાનો લોકોને સંદેશ આપ્યો છે. જેને અનુલક્ષીને રંગીન લીફાફે પ્રોજેક્ટ શરૂ કરાયો છે. જેમાં ભારતની વિવિધ આર્ટ અને કલ્ચરને ધ્યાનમાં રાખીને 2000 જેટલી રાખડીઓ બનાવવામાં આવી છે.

વૈદીક સામગ્રીથી બનાવી હોમ મેડ રાખડી
માનસી પટેલે જણાવ્યું હતું કે રાખડીની બનાવટમાં પણ ચીને આક્રમણ કર્યું હતું. એટલે આપણી ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા અને આત્મનિર્ભર ભારતને ધ્યાનમાં રાખી જુના જમાનામાં જે રીતે વૈદિક સામગ્રીથી રાખડીઓ બનાવાતી હતી તે રીતે દરેકના ઘરમાં હાજર હોય તેવી સોપારી, મરી, કંકુ, ચોખા, ઈલાઈચી, કાપડ, નાડાછડી, વૃક્ષની ડાળીનું લાકડું વગેરેનો ઉપયોગ કરીને તેની ગુંથણી કરીને અને સજાવટ કરીને વૈદિક રાખડી બનાવાઈ છે.

કુંડામાં નાંખવાથી લેશે છોડનું સ્વરૂપ
સીડ રાખડીમાં તુલસી, અશ્વગંધા, વગેરેના બીજ હોય છે. જે નાડાછડી અને બીજને મિક્સ કરીને મોલ્ડિંગથી બનાવાય છે. રાખડીને કલર તેમજ કંકુથી કલર કરીને તડકામાં સુકવીને તૈયાર કરાય છે. રાખડીને ઓર્ડરથી જ બનાવાય છે. રાખડીને કાઢ્યા બાદ તેને કુંડામાં પધરાવી પાણી નાંખવાથી છોડ ઉગી નીકળે છે.

વેસ્ટમાંથી બનાવેલી રાખડીના વેચાણ જેટલાં વૃક્ષો વાવીશું
બિનિશ દેસાઈ દ્વારા કોફી, ટેક્સટાઈલ અને પેપર વેસ્ટમાંથી રાખડીઓ તૈયાર કરાઈ છે. કોફીના કૂચા, ફેબ્રિકના કૂચા અને ચશ્માના લેન્સ બનાવતી વખતનો વેસ્ટ, પેપર વેસ્ટ ભેગો કરી તેનું મોલ્ડીંગ કરી દોરા પર લગાવીને તૈયાર કરાઈ છે. જેટલી રાખડી વેચીશું તેની સામે તેટલા જ વૃક્ષ વાવવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
વેસ્ટમાંથી બનાવેલી રાખડીના વેચાણ જેટલાં વૃક્ષો વાવીશું


from Divya Bhaskar https://ift.tt/2Epmg4a

Comments