રાંદેરની સોસા.માં પ્રવેશવા ન દેતા ગાર્ડને માર માર્યો

રાંદેર રોડ પર વીર સાવરકર હાઇટ્સમાં ત્રણ યુવકોને એન્ટ્રી ન આપતા ગાર્ડ પર હુમલો કરી ફરાર થયા છે. રાંદેર પોલીસે બાઇકના નંબર આધારે ત્રણેયની શોધખોળ શરૂ કરી છે. સિક્યુરિટી ગાર્ડ વિપુલ પટેલ બુધવારે રાતે જીગર રાવલ સાથે તૈનાત હતો. દરમિયાન બાઇક ત્રણ શખ્સો આવી એપાર્ટમેન્ટમાં જવાની બાબતે માથાકૂટ કરી હતી. પ્રમુખે બાઇક પર સ્ટીકર હોય તેવા વાહનોને પરમિશન આપી હતી. છતાં ત્રણેય જણા બાઇક લઈ અંદર જવાની જીદ કરી સિક્યુરિટી ગાર્ડ માથામાં ટાઇલ્સ મારી ભાગી ગયા હતા.સીસીટીવીમાં આ ઘટના કેદ થઈ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3jYiHSL

Comments