ગીરા ધોધ પરથી પાણી વહ્યા... પણ પ્રવેશબંધીથી પ્રકૃતિપ્રેમીઓએ આ નજારો તસવીરમાં જ જોવો પડશે

ડાંગમાંથી પસાર થતી લોકમાતા અંબિકા નદીના નીર 250 ફૂટ ઉંચા ગીરાધોધ પરથી નીચે વરસી રહ્યા છે પરંતુ કાેરાેનાના ગ્રહણના કારણે આ વર્ષે સહેલાણીઆે કુદરતનાે આ નજારાે નિહાળવાથી વંચિત રહ્યા છે. વર્ષોથી ચોમાસા દરમિયાન આ ધોધના સૌંદર્યને માણવા રોજ સેંકડો સહેલાણીઓ આવતા હોય છે પરંતુ આ વર્ષે આ ધોધ જોવા ઉત્સુક સહેલાણીઓને કોરોનાનું ગ્રહણ નડયું છે.

ગીરાધોધ પાસે સહેલાણીઓની પ્રવેશબંધી કરાતા જ અનેક સ્થાનિક લોકોની રોજગારી છીનવાઈ જવા પામી છે. આ ધોધ નજીક ધંધો કરતા લોકોની આવક પર હાલ કોરોનાએ પૂર્ણવિરામ મૂકી દીધું હોય ત્યારે આ ગીરાધોધના માધ્યમથી આજીવિકા રળતા લોકોએ અન્ય વ્યવસાય તરફ હાલ પૂરતું વળવું પડ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Water flowed from Gira Falls ... but nature lovers have to see this view in the picture


from Divya Bhaskar https://ift.tt/307g60V

Comments