આજે ઈદ-ઉલ-અદહા, કોરોનાને લીધે નમાજ અને ઉજવણીમાં ડિસ્ટન્સિંગ રાખવાની અપીલ

આજે શનિવારના રોજ સમગ્ર દેશમાં બકરી ઈદની ઉજવણી કરવામાં આવશે. દરવર્ષે સવારે ઇદ ઉલ અદહાની મોટી નમાજ કરવામાં આવે છે. લોકો નમાઝ માટે મોટી સંખ્યામાં નાની મોટી તમામ મસ્જિદોમાં નમાઝ અદા કરવા માટે ભેગા થાય છે અને નમાજની અદાયગી બાદ એકબીજાને ઈદની શુભેચ્છા આપે છે. ત્યારબાદ કુર્બાનીની પરંપરા છે. પરંતુ આ વર્ષે સ્થિતિ એકદમ અલગ છે. કોરોના મહામારીને લીધે લોકોને એક જ જગ્યાએ મોટી સંખ્યામાં ભેગા થવાની મનાઈ છે. જેને ધ્યાને લઈ મુસ્લિમ સમુદાયના આગેવાનો દ્વારા લોકોને સાફસફાઈ રાખવા તેમજ ભીડભાડ કે સરઘસ કાઢીને ઉજવણી નહીં કરવાની અપીલ કરાઈ છે.

ચોક બજારના મમ્માભાઈએ એમની પાસે શહેરનો સૌથી મોંઘો બકરો હોવાનો દાવો કર્યો
ચોકબજાર ખાતે રહેતા મમ્માભાઈએ એમની પાસે સૌથી મોંઘો બકરો હોવાનો દાવો કર્યો છે. જેની આજ કુર્બાની આપવામાં આ‌વશે. એમણે કહ્યું હતું કે, આ બકરાનું વજન 180 કિલો છે અને એની હાઈટ 43 ઇંચ છે. આ બકરાની નસ્લ જોતપુરી છે જે રાજસ્થાનની સૌથી ઊંચી અને જાણીતી નસ્લ છે. આની કિંમત 3 લાખ રૂપિયાથી શરૂ થાય છે. ખૂબસૂરતીને લીધે આ બકરાની કિંમત વધારે છે. દેખાવમાં આ બકરો ઘોડાની જેમ દેખાય છે. 5 વર્ષ પહેલા રાજસ્થાનથી આ બકરો લઈ આ‌વ્યો હતો. આ બકરા લેવા માટે મુંબઈથી પણ લોકો આવ્યા હતા પણ મેં કોઇને આપ્યો નહીં.

સરકારી ગાઇડલાઇનનું પાલન જરૂરથી કરવું
લોકો નમાજ પછી સીધા ઘરે જાય. ભીડ ભેગી નહીં કરે. એકબીજાને દૂરથી મુબારકબાદ આપે તેમજ નમાજમાં ડિસ્ટન્સિંગનું પાલન કરે. એકબીજાને ગળે નહીં મળે. ગળે મળવાથી કોરોના ફેલાઈ શકે છે. લોકો મુબારકબાદી માટે મોબાઇલ ફોનનો પણ ઉપયોગ કરી શકે છે. બધાએ સરકારી ગાઇડલાઇનના પાલન સાથે જ ઉજવણી કરવી. -- મૌલાના અરશદ મીર, અધ્યક્ષ જમીયત-એ-ઉલેમા હિન્દ, સુરત

નાના બાળકો વૃદ્ધો મસ્જિદ જવાનું ટાળે
ઉજવણી દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું વિશેષ ધ્યાન રાખવું. ફિઝિકલ ઉજવણી નહીં કરવી. સાફ-સફાઈનું ધ્યના રાખવું. કોઈની ભાવનાને ઠેસ ન પહોંચે તેની વિશેષ તકેદારી રાખીને ઉજવણી કરવી. નાના બાળકો અને મોટી ઉંમરના લોકો મસ્જિદ નહીં જાય. -રશીદ અહેમદ અજમેરી, રાંદેર



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Appeal to keep distance in prayers and celebrations due to Eid-ul-Adha, Corona today


from Divya Bhaskar https://ift.tt/39Jviop

Comments