પિસ્ટલ વેચવા નીકળેલો રીઢો ગુનેગાર પકડાયો, આર્થિક ભીંસ દૂર કરવા હથિયાર વેચવાનું શરૂ કર્યું

રાજકોટની ભાગોળે શાપર વિસ્તારમાં એક શખ્સ હથિયાર સાથે આંટા ફેરા કરતો હોવાની રાજકોટ રેન્જની સ્ક્વોડના શિવરાજભાઇ ખાચરને માહિતી મળી હતી. જેના આધારે પીએસઆઇ વી.બી.ચૌહાણ સહિતની ટીમ તુરંત શાપર દોડી જઇ મૂળ ચોટીલા પંથકના અને હાલ રાજકોટના કોઠારિયા રોડ, સુખરામ-3માં રહેતા દેવસુર ઉર્ફે દેવો લાખાભાઇ ગઢવી નામના રીઢા ગુનેગારને દેશી બનાવટની પિસ્ટલ સાથે પકડી પાડ્યો છે.

પકડાયેલા દેવસુર ઉર્ફે દેવાની પૂછપરછ કરતા પિસ્ટલ તેના મિત્રએ બે વર્ષ પહેલા સાચવવા આપ્યું હોવાનું અને લોકડાઉન બાદ આર્થિક તંગી દૂર કરવા માટે તે હથિયાર વેચવા માટે શાપર આવતો હોવાની કબૂલાત આપી હતી. વિશેષ પૂછપરછમાં દેવસુરે 15 વર્ષની ઉંમરે હત્યા કરી ગુનાખોરી શરૂ કરી હતી. કચ્છ પંથકના જમીન કૌભાંડમાં પણ તેની સંડોવણી ખૂલતા ધરપકડ બાદ પોલીસે પાસાનું શસ્ત્ર ઉગામ્યું હતું. આ ઉપરાંત શહેર પોલીસમાં દેવસુર સામે મારામારી સહિતના 20 જેટલા ગુના નોંધાયા છે. પકડાયેલા દેવસુર ઉર્ફે દેવાની હથિયાર સાથે અટકાયત કરી શાપર પોલીસ હવાલે કર્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Accustomed to selling pistols caught, started selling weapons to alleviate economic woes


from Divya Bhaskar https://ift.tt/2P3MYBx

Comments