લાંચ કેસમાં કોંગ્રેસે નગરસેવિકા દંપતિનું સસ્પેન્શન રદ કર્યું

વોર્ડ નં 18 આંજણા-ખટોદરાની કોંગ્રેસની મહિલા નગરસેવક અને તેના પતિ સામે ગેરકાયદે બાંધકામમાં લાંચ લેવાના પ્રકરણમાં હાલ કોર્ટમાં મેટર ચાલી રહી છે. પરંતુ પાર્ટીએ તાત્કાલિક અસરથી બંનેનું સસ્પેન્શન રદ કર્યું છે.

આ અંગે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ જણાવ્યું હતું કે, કપિલા પટેલ અને પલ્કેશ પટેલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિને પાર્ટીમાં શિસ્તબંધ રીતે ફરીથી જોડાવવા અંગે રજૂઆત કરી હતી. જેને ધ્યાનમાં રાખીને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના આદેશથી બંનેનું સસ્પેન્શન રદ કરાયું હતું. બંનેએ પાર્ટીને રજૂઆત કરી હતી કે, અમે પક્ષની કામગીરીમાં શિસ્તબંધ રીતે જોડાવવા માંગીએ છીએ. કોર્ટનો ચુકાદો આ‌વ્યા બાદ પાર્ટીએ જે કાર્યવાહી કરવી હશે તે કરજો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3gutIck

Comments