નવસારી ન્યાય મંદિરની ઐતિહાસિક ઇમારત તોડોના

નવસારી શહેર અને તાલુકો એક જમાનામાં વડોદરાના રાજ્યનો સૂબો હતો. જેમાં વિકાસ અને સંવર્ધન વડોદરા રાજ્યના શાસકો દ્વારા થતો હતો તેમજ નવસારી શહેર અને તાલુકાને પ્રાંતનો દરજ્જો આપવામાં આવ્યો હતો. જેમાં લુન્સીકૂઇ મેદાનમાં આવેલું સ્ટેચ્યુ તથા નવસારી શહેર સ્ટેશન સામે આવેલું ગાયકવાડનું સ્ટેચ્યુ શાસકોની યાદ અપાવે છે. જેમાં નવસારી ડિસ્ટ્રિકટ કોર્ટની 140 વર્ષ જૂની ભવ્ય ઇમારત નવસારીના ગાયકવાડી ઇતિહાસની સાક્ષી પુરે છે. અદાલતનું આ જૂનું મકાન 140 વર્ષ પહેલા મહારાજાએ પોતાના નિવાસ માટે બંધાવેલું હતું પરંતુ 1885માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ સત્તા પર આવતા તેમને ન્યાયતંત્રને આધુનિક બનાવ્યું હતું અને આ ઇમારતને મહેલના બદલે સરકારી ઓફિસ અને પ્રાંત અદાલતના વપરાશ અર્થે મંજૂરી આપી હતી. નવસારીમાં ગાયકવાડી સમયની અનેક સુંદર અને ભવ્ય ઇમારતો એક પછી એક લુપ્ત થતી જઈ રહી છે ત્યારે આ 140 વર્ષ જૂની અને ઐતિહાસિક ઇમારતને જમીનદોસ્ત કરવા સરકારે નિર્ણય લીધો છે.

નવસારી ડિસ્ટ્રિકટ બાર એસોસિએશને મકાનને તોડી પાડવાના આ નિર્ણયને રદ કરવા નવસારી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે કોર્ટ પરિસરમાં આવેલા ઐતિહાસિક ‘ન્યાય મંદિર’ બિલ્ડિંગને તોડવા સામે સમગ્ર વકીલોનો વિરોધ છે તેમજ આ બિલ્ડિંગને તોડી પાડવી એટલે નવસારીના ઐતિહાસિક વારસાને તોડવા સમાન છે. આ બિલ્ડિંગને તોડવાની જગ્યા એ ઈમારતનો યોગ્ય રખરખાવ અને મરામત કરી તેને હજુ વર્ષો સુધી નવસારીની ધરોહર તરીકે તેને સાચવી રાખવી જોઈએ તેવી માંગણી પણ કરી છે. નવસારી ડિસ્ટ્રિકટ બાર અસો.ના પ્રમુખ સુધીર સુળે, ઉપપ્રમુખ રૂપેશ શાહ, સુકેતુ પટેલ,અને સેક્રેટરી આશિષ પટેલ સહિતના વકીલ મંડળના સભ્યોએ સોશિયલ ડિસ્ટન્સ રાખી જિલ્લા અધિક કલેકટર કમલેશ રાઠોડને આવેદનપત્ર આપ્યુ હતું.

વારસો સાચવવા રાજવી પરિવાર પણ પ્રજાની લડતમાં સાથે છે
નવસારી પ્રાંતમાં શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે 600થી વધુ શિલ્પ શાસ્ત્રો (આર્કિટેક્ચર)માં અદભુત ઇમારતો બનાવેલી છે. નવસારી આખા પ્રાંતનું હેડ ક્વાર્ટર હતું. નવસારીનું રાજ મહેલ (હાલમાં ન્યાય મંદિર) 1880માં તૈયાર કરાયો હતો. મહારાજના વહીવટ માટે આ રાજ મહેલ નિર્માણ કરાયો હતો. જેમાં ઈન્ડો, શારશેશીક, ગોથિક, મરાઠા શૈલીમાં તે બનાવડાવ્યું હતું. આપણા તમામની લાગણી આ હેરિટેજ ઇમારત (રાજ મહેલ) સાથે જોડાયેલી છે. આ વારસાને અકબંધ રાખવા લડવું પડે તો ય પાછી પાની નહી થાય. નવસારીની પ્રજા સાથે રાજવી પરિવાર પણ આ લડતમાં અડીખમ છે. > હિમ્મત બહાદુર શ્રીમંત જીતેન્દ્રસિંહ ગાયકવાડ, (મહારાજા સયાજીરાવના પ્રપૌત્ર)

ગાયકવાડી ઐતિહાસિક સ્મૃતિઓ એક પછી એક નષ્ટ થઇ રહી છે
ન્યાય મંદિરનું મકાન માત્ર મકાન નથી પરંતુ ઐતિહાસિક સ્મારક છે. જેની જાળવણી કરવી સરકારની ફરજ છે. મહારાજા ગાયકવાડના સમયની એક પછી એક ઐતિહાસિક સ્મૃતિઓ નષ્ટ થતી જઈ રહી છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ. > કેરસી દેબુ,પારસી અગ્રણી અને વકીલ

યોગ્ય જતન થાય તો ન્યાય મંદિરની ઇમારત હજુ 100 વર્ષ ચાલે તેમ છે
140 વર્ષ જૂની ઇમારત છતાં પણ હજુ ત્યાં માત્ર પાણી ટપકવા સિવાય બીજી કોઈ સમસ્યા નથી.જો સરકાર યોગ્ય જતન કરીને તેની જાળવણી કરે તો હજુ પણ 100 વર્ષ આ ઇમારત કાર્યરત રહી શકે છે. ઇમારત તોડવા સામે અમારો વિરોધ છે. > સુધીર સુળે, પ્રમુખ, નવસારી બાર એસોસિએશન



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Demolish the historic building of Navsari Justice Temple


from Divya Bhaskar https://ift.tt/3g6j0sl

Comments