હોમ લર્નિંગના કસોટી પેપર વોટ્સએપ પર ફરતા થયા

શિક્ષણ વિભાગે ખાનગી શાળાને હોમ લર્નિંગના મૂલ્યાંકન માટે બુધવારથી બે દિવસ માટે એકમ કસોટી લેવાનો આદેશ કર્યો છે. જોકે, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની સુરત સહિત દક્ષિણ ગુજરાતની શાળાઓએ શિક્ષણ વિભાગના કસોટીના પ્રશ્નપત્રનો વિરોધ કરીને પોતાના શિક્ષક પાસે જ પ્રશ્નપત્ર તૈયાર કરાવી પરીક્ષા લીધી હોવાની વાત જણાય છે. મંડળ અધ્યક્ષ ડો. દિપક રાજ્યગુરૂએ જણાવ્યું હતું છે કે, શાળાએ ફી નહીં લેવા મામલે જે પરિપત્ર કર્યો હતો. તે હજી સુધી પરત ખેંચ્યો નથી. જેથી અમારો વિરોધ યથાવત છે.

શિક્ષણ વિભાગની હોમ લર્નિંગની કસોટીના પ્રશ્નપત્રો તો વોટ્સ એપ સહિતના સોશિયલ મીડિયા પર ફરતા થઈ ગયા છે. જેથી તે પરીક્ષા લેવી યોગ્ય નથી. જોકે, બાળક એજ્યુકેશન સાથે જોડાય રહે અને તેના અભ્યાસમાં સમજ પડી કે નહીં તે માટે અમારી શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર બનાવીને તેની ટેસ્ટ લેતા જ હોય છે. જિલ્લા શિક્ષણાધિકારી એચ. એચ. રાજ્યગુરૂ કહે છે કે, સુરત સ્વનિર્ભર શાળા સંચાલક મંડળની 300 ખાનગી શાળાએ શિક્ષણ વિભાગની હોમ લર્નિંગની એકમ કસોટી લીધી ના હોય અને સુરત શહેર શાળા સંચાલક મંડળની 250 જેટલી શાળાએ પરીક્ષા લીધી છે. જે શાળાએ પરીક્ષા નથી લીધી તેનો રિપોર્ટ તૈયાર કરીને શિક્ષણ વિભાગને મોકલી અપાશે. જે પછી શિક્ષણ વિભાગના સૂચન મુજબ નોટિસ સહિતની કાર્યવાહી હાથ ધરાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3gd15k2

Comments