પાલિકા એન્ટીજેન ટેસ્ટના આંકડા જાહેર કરે તો ખરી વિસ્ફોટક સ્થિતિ સામે આવે

પાલિકાએ કોરોના કેસ શોધવા માટે મોટાપાયે એન્ટીજેન ટેસ્ટ શરૂ કરાવી ટેસ્ટીંગ વધારી દીધું છે. જો કે તેમ છતાં પોઝિટીવ કેસની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો નથી. જેના પાછળનું મુખ્ય કારણ એ છે કે, પાલિકા માત્રને માત્ર સિવિલ અને સ્મીમેર હોસ્પિટલની લેબમાં થતા આરટી-પીસીઆર ટેસ્ટમાં આવેલા પોઝિટીવ કેસના આંકડા જાહેર કરે છે. જ્યારે એન્ટીજેન ટેસ્ટના આંકડા જાહેર કરતી નથી. આમ ટેસ્ટીંગ વધારવા છતાં લોકોની નજરમાં પોઝિટીવ કેસની સંખ્યા ઓછી દેખાઇ રહી છે! એન્ટીજેન્ટ ટેસ્ટ સાથે દૈનિક 500થી વધારે કેસ મળી રહ્યા છે. જ્યારે પાલિકા માત્ર આરટી-પીસીઆર ટેસ્ટ મુજબ દૈનિક 200 કેસ જાહેર કરે છે!

12 જુલાઇથી પાલિકા દ્વારા દરેક ઝોનના હેલ્થ સેન્ટરો પર એન્ટીજેન ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ થોડા દિવસોમાં જ 24 જેટલા ધન્વંતરી રથમાં પણ એન્ટીજેનની સુવિદ્યા શરૂ કરી હતી. એન્ટીજેન ટેસ્ટ શરૂ થતાં ટેસ્ટીંગનો આંકડો 2 હજાર સુધી જતો રહ્યો છે. હાલમાં દૈનિક 600થી 700 આરટી-પીસીઆર અને એન્ટીજેન મળી 2 હજારથી વધારે ટેસ્ટ થઇ રહ્યા છે. પરંતુ પાલિકા માત્ર આરટી-પીસીઆર ટેસ્ટમાં પોઝિટીવ આવેલાનો જ આંકડો જાહેર કરે છે. પાલિકા દ્વારા એન્ટીજેન ટેસ્ટ શરૂ કરાયા બાદ શહેરમાં દૈનિક 500થી વધારે પોઝિટીવ કેસ મળી રહ્યા છે. હાલમાં આરટી-પીસીઆરમાં 200 અને એન્ટીજેન ટેસ્ટમાં 300થી વધારે કેસ દૈનિક સામે આવે છે.

ડિંડોલીની એક જ સોસા.માં 18 કેસ મળ્યાને લિંબાયત ઝોનમાં કુલ 19 કેસ બતાવ્યા
28 જુલાઇએ ડિંડોલીની નંદનવન ટાઉનશીપમાં ધન્વંતરી રથ આવતા 30 જણાંનો એન્ટીજેન રેપિડ ટેસ્ટ કરતા 18નો પોઝિટીવ આવ્યો હતો. જ્યારે પાલિકાએ સત્તાવાર લિંબાયત ઝોનમાં કુલ 19 કેસનો આંકડો જાહેર કરતા એન્ટીજેેન ટેસ્ટના આંકડા છૂપાવાતો હોવાનો ભાંડો ફૂટ્યો હતો!



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3jVLp6P

Comments