માસિયાઇ કાકાએ જ ભત્રીજીનો અશ્લિલ વીડિયો બનાવ્યો

પુણા વિસ્તારની 25 વર્ષિય યુવતીને તેના માસીયાઈ કાકાએ પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ યુવતીના લગ્ન નક્કી થવાના હતા ત્યારે કાકાએ તેની સાથેનો અશ્લીલ વીડિયો તેના પિતાને અને બહેનને મોકલી દીધો હતો. પુણા પોલીસના જણાવ્યા અનુસાર પુણાની 25 વર્ષિય કોમલ( નામ બદલ્યું છે)ના ઘરે તેના પિતાના માસીના દીકરા મુકેશ લાડુમોર આવતો હતો. કોમલ મુકેશને કાકા કહેતી હતી. મુકેશે કહ્યું કે કાકા નહીં કહેવાનું. મુકેશે પ્રેમનો પ્રસ્તાવ રાખતા કોમલ માની ગઈ હતી. એકલતામાં મુકેશે તેણીનો અશ્લિલ વીડિયો બનાવ્યો હતો. કોમલની સગાઈ થવાની છે ત્યારે મુકેશે તેણીને કહ્યું કે ભલે લગ્ન બીજે કરે પરંતુ તેની સાથે સંબંધ રાખવો.કોમલે ના પાડી પાડતા મુકેશે કોમલનો જે અશ્લીલ વીડિયો બનાવ્યો હતો તે કોમલના પિતા,બહેન અને તેના સમાજના અગ્રણીઓને મોકલી દીધો હતો.કોમલે પુણા પોલીસમાં આરોપી મુકેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3fbM6FL

Comments