ખેડૂતોના ખેતરો ભાડે રાખી બે વર્ષથી ભાડું નહિં ચૂકવાતા રોષ

તાલુકાના ટંકારીયા, સિતપોણ, કવિઠા, કરગટ, બંબુસર, કહાન, ઝંઘાર સહિતના ગામના ખેડુતોએ કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, આ વિસ્તારના ખેડુતોની જમીનો વર્ષ 2013 તથા 2017 ના ગાળામાં મરકેટોર પેટ્રોલિયમ લિમિટેડ કંપનીએ ખેડુતો સાથે ભાડા કરાર કરીને રાખી હતી. જેમાં ખેડુતોની જમીનમાં ઓઈલ, પેટ્રોલ, કેરોસીનની શોધ કરવાની હોય તેથી ખેડૂતોએ જમીન ભાડેથી આપી હતી.

ત્યારબાદ મરકેટોર પેટ્રોલિયમ કંપની દ્વારા ખેતરોમાં પાકુ સ્ટ્રકચર બનાવી ડ્રીલીંગની કામગીરી ચાલુ કરી હતી. કંપનીએ ખેડુતોને બે વર્ષ સુધી ભાડુ ચુકવ્યું હતું. પરંતુ તે બાદ મરકેટોર પેટ્રોલિયમ કંપની દ્વારા ખેતરોમાંથી કરોડો રૂપિયાનું ઓઈલનું ઉત્પાદન કરવાનું શરૂ કરીને લાખો લીટર ખનીજ તેલ કંપની દ્રારા અલગ અલગ ગામોના ખેડુતોના ખેતરમાં બનાવેલા કુવામાંથી મેળવવામાં આવ્યું છે.પરંતુ કંપની દ્વારા છેલ્લા બે વર્ષથી ભાડું ચુકવાતા રજુઆત કરી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Outrage over not renting out farmers' farms for two years


from Divya Bhaskar https://ift.tt/2X231UH

Comments