વિદ્યાર્થીઓએ રિપોર્ટિંગ નહીં કરતાં ફર્સ્ટ BSc.માં 10 હજાર સીટ ખાલી

ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ વર્ષ બીએસસી કોલેજોની પ્રથમ રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીમાં કોલેજો વિદ્યાર્થીઓ માટે વલખાં મારી રહી હોવાનો ઘાટ સર્જાયો છે. પ્રથમ રાઉન્ડમાં સીટ એલોટમેન્ટ મેળવનારા વિદ્યાર્થીમાંથી મોટાભાગના મેડિકલ અને ઈજનેરીમાં પ્રવેશ ઈચ્છતા હોવાથી કુલ 12 હજારથી વધુ બેઠકોમાંથી 8869ને સીટ એલોટમેન્ટ થયું હોવા છતાં, ફી ભરીને રિપોર્ટિંગ ન કરાવતાં આશરે 10 હજાર બેઠકો ખાલી રહી છે. સોમવારે બપોરે 12 સુધીમાં માત્ર 2100 વિદ્યાર્થીઓએ ફી ભરીને, રિપોર્ટિંગ કરાવ્યું છે. જેના કારણે બીએસસી કોલેજોની બેઠકો ભરવા પ્રવેશ કમિટીને ફી અને રિપોર્ટિંગની મુદત 25 અને 26મી જુલાઈથી વધારી 30 અને 31 જુલાઈ કરવા ફરજ પડી છે.

કમિટીના કન્વીનર ડો. એન.કે.જૈને કહ્યું કે,‘જે વિદ્યાર્થીઓને સીટ એલોટમેન્ટ થયંુ છે. તે પૈકીના મોટાભાગના વિદ્યાર્થીઓએ ફી ભરીને રિપોર્ટિંગ કરાવ્યું નથી. આ વિદ્યાર્થીઓમાંથી એવા પણ વિદ્યાર્થીઓ હોઈ શકે કે જેઓ મેડીકલ કે ઈજનેરી શાખામાં પ્રવેશ મેળવવા ઈચ્છુક હોય.’

CBSE માટે 1 ઓગસ્ટથી રજિસ્ટ્રેશન
ગુજરાત યુનિવર્સિટીની બીએસસી એડમિશન કમિટી સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીબીએસઈ બોર્ડ તેમજ અન્ય બોર્ડના વિદ્યાર્થીઓ માટેની આશરે 1300થી વધુ બેઠકો પર રજિસ્ટ્રેશન માટેની કાર્યવાહી 27મી જુલાઈથી શરૂ થવાની હતી. પરંતુ ટેક્નિકલ કારણોસર રજિસ્ટ્રેશન માટેની મુદત પહેલી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
10 thousand seats vacant in First BSc in Gujarat University


from Divya Bhaskar https://ift.tt/2X3np81

Comments