CBSE: સ્કિલ કોર્સ માટે 31 ઓગસ્ટ સુધી થશે અરજી

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકેન્ડરી એજ્યુકેશનની જે શાળાઓ પોતાની શાળામાં સ્કિલ કોર્સ શરૂ કરવા માંગે છે તેઓ નવા શૈક્ષણિક સત્ર 2020-21 માટે 31 ઓગસ્ટ સુધી અરજી કરી શકે છે. આ સ્કિલ કોર્સ ધોરણ 6 થી 11 માટે રહેશે. આ માટે શાળાઓએ એક અરજી પત્રક ભરીને બોર્ડને મોકલવાનું રહેશે. આ ઉપરાંત બોર્ડે ધોરણ 10 માં સ્કિલ વિષયને મુખ્ય વિષય સાથે બદલવાની પણ સુવિધા આપી છે. આ ઉપરાંત સીબીએસઈએ નવા સત્રથી ધોરણ-12માં પણ મુખ્ય ત્રણ વિષયમાંથી જો કોઈ એક વિષયમાં વિદ્યાર્થી નાપાસ થાય તો તે પોતાના સ્કિલ વિષય સાથે બદલી શકે છે. 2020માં આ સુવિધા માત્ર ધોરણ-10ના વિદ્યાર્થીઓને જ આપવામાં આવી હતી. જોકે આગામી 2021ની બોર્ડની પરીક્ષાથી આ સુવિધા ધોરણ-12ના વિદ્યાર્થીઓને પણ આપવામાં આવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2Pdtz0V

Comments