DPS ઇસ્ટે પ્રાથમિક શિક્ષણ નિયામક સામે રજૂ થવું પડશે

હાઈકોર્ટના નિર્દેશ પ્રમાણે ડીપીએસ-ઇસ્ટની માન્યતા રદ કરવાના મુદ્દે ફરી સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં ડીપીઓએ માન્યતા રદ કરવાના કારણો આપ્યા હતા તો સામા પક્ષે સ્કૂલ સંચાલકોએ સ્કૂલના બચાવમાં કારણો અને દસ્તાવેજો રજૂ કર્યા હતા. હવે આવનારા સમયમાં ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ખાતે વધુ સુનાવણી યોજાશે.

સૂત્રો પ્રમાણે, સ્કૂલે રજિસ્ટ્રેશન, બાંધકામ અંગે પોતાના દસ્તાવેજો રજૂ કર્યા હતા. ઉપરાંત ડીપીઓએ આપેલા આરોપનામા પ્રમાણે સ્કૂલે પોતાના બચાવમાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. ત્યાર બાદ ડીપીઓએ પોતાનો રિપોર્ટ પ્રાથમિક શિક્ષણ નિયામકને સોંપ્યો હતો, જેના આધારે સ્કૂલ સંચાલકોને ફરી ગાંધીનગર વડી કચેરીએ સાંભળાશે. ત્યાર બાદ રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરાશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2P6EF89

Comments