GTUના 1.84 લાખ એલ્યુમનીએ આત્મનિર્ભર ભારત પર વાત કરી

જીટીયુના એલ્યુમની એસોસીયેશન દ્વારા ‘રોલ ઑફ સ્ટુડન્ટ્સ ઑફ ટેક્નિકલ એન્ડ પ્રોફેશનલ કોર્સિસ ઈન આત્મનિર્ભર ભારત એન્ડ ઈમ્પોર્ટન્સ ઑફ એમ.એસ.એમ.ઈ ઈન ઈન્ડિયન ઈકોનોમી”ની થીમ પર એલ્યુમની મીટનું આયોજન કરાયું હતું. જેમાં દેશ-વિદેશમાં વસતા 1.84 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓ જીટીયુ ફેસબુક પેજ પર ડિજીટલી જોડાયા હતાં. નવ વર્ષ જૂના વિદ્યાર્થીઓએ આ દરમિયાન કેટલીક જરૂરી બાબતો શેર કરવાની સાથે સાથે વર્ચ્યુઅલી એક બીજાના હાલ ચાલ પૂછ્યા હતા.

કુલપતિ ડો.નવિન શેઠે કહ્યું હતું કે, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જીટીયુનો આધાર સ્તંભ છે. તેમના માર્ગદર્શનથી આજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળશે. જીટીયુ એલ્યુમની એસોસિયેશનની બન્ને પેઢીનું સંકલન સાધવા એક સેતુનું કાર્ય કરી રહ્યું છે. યુવા ટેક્નોક્રેટ્સ અને નેશનલ યૂથ એવોર્ડ વિજેતા માધીશ પરીખે વિદ્યાર્થીઓને કહ્યું હતુ કે, અમે એક બિજ હતાં, જેને જીટીયુએ સિંચ્યા છે. જીટીયુ સમાજીક જવાબદારી પણ શિખવે છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3fjdlhm

Comments