રિલાયન્સ હજીરા સંકુલે મોરા ગામની ITI ખાતે 75 બેડનો કોવિડ સેન્ટર શરૂ કર્યો

બહારથી કામ માટે આવતાં લાખો પરપ્રાંતિય કારીગરો, જેમની પાસે હોમ આઈસોલેશનની જગ્યાના હોય તેવા આસપાસના ગામના લોકો માટે કોવિડ કેર સેન્ટર રિલાયન્સ હજીરા દ્વારા મોરા ગામની આઈટીઆઈ ખાતે શરૂ કરાઈ છે. રિલાયન્સ હજીરાના પ્રમુખ હેમંત દેસાઈએ કહ્યું હતું કે, કોરોનાની સ્થિતિમાં પાલિકાની ટીમને સહભાગી થવા માટે મોરા આઈટીઆઈ ખાતે 75 બેડનું કોરોના કેર સેન્ટર શરૂ કરાયું છે. જેનું શહેરના સાંસદ સી.આર.પાટીલ અને દર્શના જરદોષ સહિત ધારાસભ્ય ઝંખના પટેલ અને મુકેશ પટેલની હાજરીમાં લોકાર્પણ કરાયું હતું. લોકડાઉન દરમિયાન પણ રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા રૂ.1.5 કરોડનો ખર્ચ કરાયો હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/2Xeg3yC

Comments