PIને બદનામ કરવા હોર્ડિંગ્સ લગાવનાર વેપારીની ધરપકડ

શહેરકોટડા પીઆઈ વી.ડી.વાળા, વહીવટદાર રામસિંગ, હોમગાર્ડ વિજયભાઈને બદનામ કરવા 10 હોર્ડિંગ્સ લગાવનારા દિનેશ ચૌહાણ વિરુદ્ધ શહેરકોટડા અને કાલુપુર પોલીસે 2 ગુના નોંધી તેમની ધરપકડ કરી હતી.

લૉકડાઉનના કારણે કર્ફ્યૂ દરમિયાન પોલીસે તેની ફૂલની દુકાન બંધ કરાવી હોવાની અદાવત રાખીને દિનેશ ચૌહાણે પીઆઈ અને તેમના માણસોને બદનામ કરવા હોર્ડિંગ્સ લગાવ્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ સિવાય હોર્ડિંગ્સ બનાવવામાં અને લગાવવામાં મદદ કરનારાની પણ ધરપકડ કરાશે. બીજી તરફ ડીસીપી ઝોન-3 મકરંદ ચૌહાણે કહ્યું છે કે, કર્ફ્યૂમાં હોમગાર્ડની ફરસાણની દુકાન ચાલુ હતી તો કંટ્રોલ રૂમમાં કે અન્ય અધિકારીને દિનેશ ચૌહાણે જાણ કેમ ન કરી?



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/3gkHUoc

Comments