VNSGUએ ફરી એક વખત રજિસ્ટ્રારની ભરતી બહાર પાડી

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ ફરી એક વખત રજિસ્ટ્રારની ભરતી બહાર પાડી છે. છેલ્લા ચાર વર્ષમાં ત્રીજી વખત રજિસ્ટ્રારની ભરતી બહાર પાડી છે. યુનિવર્સિટી સૂત્ર કહે છે કે, અહીં જુલાઈ-2019માં રજિસ્ટ્રારની ભરતીની જાહેરાત કર્યા 28 ઉમેદવારોએ ઓનલાઇ અરજી કરી હતી. જેમાંથી દસ ઉમેદવારને ડોક્યુમેન્ટ નહીં પહોંચાડતા તેમની અરજી રદ કરાય હતી. તે પછી ડિસેમ્બર-2019 દસ ઉમેદવારને પસંદ કર્યા હતા અને આઠને નાપસંદ કર્યા હતા. પણ બાદમાં તે બધા જ નાપસંદ કરી ફરી ભરતી બહાર પડાય છે. જેથી ચર્ચા એવી છે કે, મુરતિયો મળ્યો નથી. વર્ષ-2016માં કાયમી રજિસ્ટ્રાર પદથી જે. આર. મહેતા નિવૃત્ત થયા બાદના 4 વર્ષમાં બે ઇન્ચાર્જ રજિસ્ટ્રાર બદલાયા છે. પહેલા અરવિદ ધડૂક હતા. પણ તેમને હટાવીને ડો. હિરનેશ ભાવસારને રજિસ્ટ્રાર બનાવાયા હતા. જો કે, તેમને ઇન્ચાર્જ રજિસ્ટ્રાર બનાવવા માટે યુનિવર્સિટીએ શિક્ષણ વિભાગની મંજૂરી નહીં મેળતા તેમને હટાવી ડો. રાજેન્દ્ર પટેલને ઇન્ચાર્જ રજિસ્ટ્રાર બનાવાયા હતા. આ મામલે રજિસ્ટ્રાર ડો. રાજેન્દ્ર પટેલનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ થઈ શકયો ના હતો.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


from Divya Bhaskar https://ift.tt/33aL9ed

Comments