ઘરમાં ટકતા નથી બ્રિટિશરો, 12 સપ્તાહ સુધી લંબાઈ શકે છે લૉકડાઉન, કારણ વગર નીકળવા પર 93 હજાર રૂપિયાનો દંડ

લંડનથી ભાસ્કર માટે ડૉ. સુનિલ ગર્ગઃ કોવિડ-19એ વિશ્વને ઘૂંટણિયે લાવી દીધું છે. તેમાં બ્રિટન પણ છે. 28 માર્ચ સુધી બ્રિટનમાં કુલ 759 મોત થયા છે. જ્યારે તેના એક દિવસ પહેલાં આ આંકડો 578 હતો. એટલે કે એકજ દિવસમાં 181 મોત થયા. 23 માર્ચથી દેશમાં 3 સપ્તાહનું લૉકડાઉન શરૂ થયું છે. કહેવાય છે કે તેને વધારીને 12 સપ્તાહનું કરાશે કારણકે લોકો બહાર નીકળી રહ્યા છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું યોગ્ય રીતે પાલન કરતાં નથી. પ્રિન્સ ચાર્લ્સ ઉપરાંત બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન, તેમના આરોગ્ય પ્રધાન મેટ હેન્ડકોક પણ કોરોના પોઝિટિવ છે. હેલ્થકેર, સોશિયલ કેર, ફાર્મસી, પોલીસ અને ફાયરબ્રિગેડ સિવાય તમામ જાહેર અને ખાનગી ઈમારતો તથા ઓફિસો બંધ કરાવાયા છે. સોશિયલ ડિસ્ટન્સિંગ સંબંધિત પ્રતિબંધ 12 સપ્તાહ સુધી ચાલુ રહેશે તેમ મનાય છે.

કારણ વગર નીકળે તો 1 હજાર પાઉન્ડ દંડ કરવામાં આવે છે
તમામ બિનજરૂરી યાત્રા રોકી દેવાઈ છે. યુકે આવતી જતી 90 ટકા ફલાઈટ કેન્સલ છે. બ્રિટનની તમામ શાળા 20 માર્ચથી બંધ કરાઈ છે. બ્રિટનની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા તપાસ કરવા, હોસ્પિટલ તૈયાર કરવા અને સમુદાયમાં વાઈરસ ફેલાતો અટકાવવા માટે ગંભીર તણાવમાં છે. તમામ હોસ્પિટલની ઓપીડી લગભગ બંધ છે. દર્દીઓને ટેલિફોન વીડિયો કોન્ફરન્સિંગથી સલાહ લેવા કહેવાયું છે. તમામ ઓછા જરૂરી ઓપરેશન રદ કરાયા છે. દરેક હોસ્પિટલમાં કોવિડ એરિયા અને આઈસોલેશન એક્શન પ્લાનની સાથે બેડની વ્યવસ્થા કરાઈ છે. આઈસીયુને ઈન્ટેન્સિવ ટ્રોમા યુનિટમાં તબદીલ કરાયા છે. તમામ જરૂરી સાધનોનો ઉપયોગ કરાઈ રહ્યો છે. જોકે ઘણી હોસ્પિટલોમાં હજી પણ પર્યાપ્ત પર્સનલ સેફ્ટી ઈક્વિપમેન્ટ તથા આરોગ્ય કર્મચારીઓ નથી. આ કારણે ચિંતા વધી છે. પોલીસ કાયદો વ્યવસ્થા સંભાળવા માટે રસ્તા પર છે. કારણ વગર બહાર નીકળો તો 1 હજાર પાઉન્ડ એટલે કે 93 હજાર રૂપિયાનો દંડ કરાય છે. સુપરમાર્કેટમાં ગભરાટભરી ખરીદી જોવા મળે છે. જોકે ખેડૂતો અને સપ્લાય કરનારાએ ખાદ્ય અને કરિયાણાનો સામાનની ઘટ નહીં પડે તેનું વચન આપ્યું છે. લોકોને સમજદાર ખરીદીનો આગ્રહ કરાય છે.

ખાનગી કર્મચારીઓને પણ સરકાર 80 ટકા વેતન આપશે
બ્રિટનની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવા આપવાની સરકારની અપીલ પછી 24 કલાકની અંદર લાખો લોકોએ મંજૂરી આપી છે. નાણામંત્રી ઋષિ સુનકે ખાનગી અને સ્વરોજગરા બંને ક્ષેત્રના લોકોને તેમનું 80 ટકા સુધીનું વેતન આપવાની વાત કરી છે. આ દરમિયાન મોટી ચિંતા એ છે કે આગામી મહિનાઓમાં મહામારીનો સામનો કેવી રીતે કરવો. તજજ્ઞો કહે છે કે જ્યાં સુધી વાઈરસ સમગ્ર દુનિયામાંથી ખતમ નહીં થાય ત્યાં સુધી જોખમ રહેશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
બ્રિટનની ફાઇલ તસવીર


from Divya Bhaskar https://ift.tt/2WPKRq4

Comments