મહામારી ન ફેલાય તે માટે 3 મહિના લોકડાઉન જરૂરી છે: ડો. કોઠારી

રાજકોટઃ વિશ્વભરમાં કોવિડ-19 એટલે કે કોરોનાનો જે કહેર છે તેનો ઈલાજ શોધવા માટે આખુ વિશ્વ દોડી રહ્યુ છે. આ વાઈરસ કેટલો ભયાવહ છે તેના વિશે તંત્ર બધાને માહિતી આપી રહ્યુ છે તેમજ ભારતમાં તો લોકડાઉન સુધીના પગલા લેવાયા છેે ત્યારે આ વાઈરસ હકીકતે શુ છે અને તેનો ઈલાજ કઈ રીતે થાય તેના માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ભવનમાં માઈક્રોબાયોલોજીના પ્રોફેસર ડો. રમેશ કોઠારીએ કોવિડ-19 પર રીસર્ચ કરીને વાઈરસનું બંધારણ, તેની અસર શુ છે તે જણાવી છે તેમજ તેનો મુકાબલો કરવા માટે હર્ડ ઈમ્યુનિટી એટલે કે સામૂહિક રોગપ્રતિકારક શક્તિ, વેક્સિનેશન(જ્યારે બને ત્યારે), સોશિયલ ડિસ્ટન્સ અને હાઈજિન(ઝડપથી ચેપ ન ફેલાય) અને હેલ્થકેર ફેસિલિટી(સારવાર)ની થિયરી આપી છે. તેમણે આ રીસર્ચ સાથે પ્રતિભાવ આપ્યો છે કે ભારતમાં ઓછામાં ઓછુ 3 મહિનાનુ લોકડાઉન જરૂરી છે તે ફક્ત લોકોને ચેપથી બચાવવા માટે જ નહિ પણ મહામારીને ઝડપ ઘટાડવા અને એ દરમિયાન ઈલાજ શોધવા માટે સમય આપવા માટે છે.

શું છે કોવિડ-19 વાઈરસ
કોરોનાએ વાઈરસની આખી ફેમિલી છે જે સાર્સ રોગની શ્રેણીમાં આવે છે. વાઈરસમાં મુખ્ય 3 ભાગ છે.
1- આરએનએ અને એન પ્રોટીન : વાઈરસની સૌથી મધ્યમાં આવેલુ આરએનએ જે કોડ ધરાવે છે.
2- મેમ્બ્રેન કે કવર : આરએનએની ઉપરનુ પડ કે જેમાં રીસેપ્ટર્સ હોય.
3- સ્પાઈક ગ્લાયકોપ્રોટીન : લિપીડ પણ કહેવાય છે આ એક પ્રકારનુ ફેટ જે વાઈરસને રક્ષણ આપે.

કઈ રીતે વાઈરસ શરીરમાં બદલાવ કરે છે
વાઈરસ કોષની દીવાલમાં ચોંટ્યા બાદ આરએનએ બહાર નીકળી કોષના ડીએનએમાં ઘુસી જાય, કોષના ડીએનએમાં ચોક્કસ કોડ હોય જે તેને બદલાવી કામ કરવાનું કહે છે
કોડિંગ બદલતા કોષ પર વાઈરસનો કબજો થાય અને તે સેલ શરીર માટે કામ કરવાને બદલે વાઈરસ પેદા કરે છે. એક કોષમાંથી 100 વાઈરસનું મલ્ટિપ્લિકેશન હોય છે.

રોગપ્રતિકારક શક્તિને ખબર પડે તે પહેલા વધી જાય
આ વાઈરસ એટલો છૂપી રીતે ઘૂસે છે કે અંદર આવ્યાના 1 સપ્તાહે શરીરમાં ફોરેન બોડીનો અહેસાર થાય છે અને રોગપ્રતિકારક શક્તિ એક્ટિવ થાય છે.
કોવિડ-19માં એવા મોલેક્યુલ હોય છે જે રોગ પ્રતિકારક શક્તિને થોડો સમય રોકે છે
જ્યારે રોગપ્રતિકારક શક્તિ હુમલો કરે ત્યાં સુધીમાં વાઈરસ અનેક ગણો ગધી જાય છે.

કફ અને મલ્ટી ઓર્ગન ફેઈલ્યોરનું કારણ
રોગપ્રતિકારક શક્તિ અને વાઈરસ વચ્ચે શરીરમાં જે સંઘર્ષ થાય છે તેમાં વ્હાઈટ બ્લડ સેલ મૃત થાય છે જે કફમાં પરીણમે છે. ફેફસામાં આ કફ વધતા શ્વાસ લઈ શકાતો નથી.
વૃધ્ધોના કિડની, લિવર નબળા હોય છે. વાઈરસથી આ અંગોમાં ડેડ સેલનું પ્રમાણ વધી જતાં પોતાની ક્ષમતા ગુમાવે છે અને ઓર્ગન ફેઈલ્યોરથી મોત નિપજે છે.

હર્ડ ઈમ્યુનિટી, સોશિયલ ડિસટન્સ, ડાયટ, હાઈજિન
કોવિડ-19એ નવો વાઈરસ છે શરીરને તેની સામે લડવા એન્ટિ બોડી બનાવવી પડે અને તેમાં વાર લાગે. જે લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધુ છે તેઓ વધારે લડત આપી એન્ટિ બોડી બનાવવા જેટલો સમય લઈ લે છે. એક વખત એન્ટિ બોડી બની જાય એટલે વાઈરસ ટકી શકતો નથી, તેમજ તે વ્યક્તિ વાઈરસને ફેલાતો પણ અટકાવે છે. જ્યાં સુધી મોટાભાગના લોકોને વાઈરસનો ચેપ ન લાગે અથવા વેક્સિન ન શોધાય ત્યાં સુધી કોવિડ-19નો કહેર યથાવત રહેશે. આ માટે ભારતમાં વિશ્વમાં પ્રથમ વખત વાઈરસના પ્રવેશ વખતે જ લોકડાઉન જાહેર કર્યો છે. લોકડાઉન અને સોશિયલ ડિસટન્સને કારણે ચેપ ફેલાવવાની ગતિ એકદમ ધીમી થઈ જશે જેથી તંત્રને લડત માટે સમય મળતો રહેશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર


from Divya Bhaskar https://ift.tt/2UpgUeK

Comments